Western Times News

Gujarati News

૧૮ વર્ષના છોકરાની છાતીમાં આરપાર બે સળિયા ઘુસ્યા

રોહતક, સામાન્ય કામ કરતી વખતે કોઈ વસ્તુ જરાક વાગી જાય તો જીવ નીકળી જતો હોય છે. પરંતુ હરિયાણાના રોહતકમાં બનેલી ઘટનામાં ૧૮ વર્ષના યુવકને અકસ્મા નડ્યા પછી લોખંડના સળિયા છાતીની આરપાર નીકળી ગયા ગયા. આ ઘટનામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડૉક્ટરોએ સફળ સર્જરી કરીને યુવકનો જીવ બચાવ્યો છે.

શનિવારે ૧૮ વર્ષનો છોકરો લોખંડના બે સળિયા છાતીની આરપાર નીકળી ગયાની ઘટના બાદ દાખલ થયો હતો. શરુઆતમાં સ્થાનિક હોસ્પિટલમાં ગયા બાદ તેને વધુ આધુનિક સાધનો સાથે સારવારની જરુર હોવાથી મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. આ યુવક સોનીપતના ભારસોલાપુર ગામનો હોવાનું અને તેનું નામ કરણ હોવાનું જાણવા મળ્યું છે. તે શુક્રવારે સાંજે ઈંધણ લેવા માટે પોતાના ઘરેથી નીકળ્યો હતો.

આ દરમિયાન તેને નડેલા અકસ્માતમાં લગભગ ૪૦ ફૂટ લાંબા સળિયા તેની છાતીની આરપાર નીકળી ગયા હતા. રોહતકમાં PGIMSના ડૉક્ટરો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી લગભગ પાંચ કલાક જેટલી લાંબી ચાલી હતી.

કરણના શરીરમાં સળિયા આરપાર ઘૂસી ગયા બાદ તેને નજીકની ખાનપુર કાલાન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જાેકે ત્યાંથી તેને PGIMS લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. ખાનપુર કાલાનમાં ડૉક્ટરોએ ક્યારેય આ પ્રકારની સર્જરી ના કરી હોવાથી તેને મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.

કાર્ડિયાક સર્જરીના હેડ ડૉક્ટર લોહચાબે જણાવ્યું કે, બે સળિયા છાતીમાંથી આરપાર થઈ ગયા હતા જેને કાઢ્યા બાદ ચાર જગ્યાએ થયેલી ઈજાની સારવાર કરવામાં આવી હતી. આ દુર્ઘટના સર્જાયા બાદ ફેફસામાંથી હવા નીકળી ગઈ હતી અને ગંભીર ઈજા ટળી હતી, હાલ દર્દીની સ્થિતિ સારી છે. આવી ઘટનામાં દર્દી પોતાના ઘરે જ શરીરમાં ઘૂસેલી વસ્તુ ખેંચીને બહાર ના કાઢે તે હિતાવહ છે તેવું પણ ડૉક્ટર લોહચાબે ઉમેર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.