Western Times News

Gujarati News

ભારતીયોએ વર્ષ 2021 માં ફોરેન એક્સચેન્જ ફી પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા

નવી દિલ્હી, વિશ્વભરમાં નાણા મોકલવા માટેના શ્રેષ્ઠ માધ્યમ વિકસાવનાર વૈશ્વિક ટેક્નોલોજી કંપની વાઇઝ (LON:WISE)એ એક નવો અભ્યાસ રીલિઝ કર્યો છે, જેમાં ખુલાસો કરાયો છે કે ભારતીય ગ્રાહકોએ વર્ષ 2020માં ફોરેન એક્સચેન્જ ફી ઉપર 263 બિલિયનની ચૂકવણી કરી છે,

જેમાંથી અંદાજે 97 બિલિયન કરન્સી કન્વર્ઝન, પેમેન્ટ્સ અને કાર્ડ પર્ચેઝ ઉપર એક્સચેન્જ રેટ માર્કઅપ્સ તરીકેના છુપા ખર્ચ હતાં. બાકીના 166 બિલિયન ટ્રાન્ઝેક્શન ફી તરીકે ચૂકવાયા હતાં.

કેપિટલ ઇકોનોમિક્સ દ્વારા ઓગસ્ટ 2021માં હાથ ધરાયેલા એક સ્વતંત્ર અભ્યાસમાંથી આંકડા મેળવવામાં આવ્યાં છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ફીના સ્તરનો અંદાજ પ્રાપ્ત કરવાનો છે. અભ્યાસમાં જણાયું છે કે વર્ષ 2016 અને 2020 વચ્ચે ભારતીય ગ્રાહકોએ ફી અને એક્સચેન્જ રેટ માર્કઅપ્સમાં ગુમાવેલી રકમ 187 બિલિયનથી વધીને 263 બિલિયન થઇ છે.

ભારતીય ગ્રાહકોને છુપી ફીથી સતત નુકશાન થઇ રહ્યું છે

વિદેશોમાં નાણા મોકલવા માટે ભારતીયો દ્વારા ચૂકવાયેલી ટ્રાન્ઝેક્શન ફીની કુલ રકમ છેલ્લાં પાંચ વર્ષમાં ઘટી છે ત્યારે એક્સચેન્જ રેટ માર્જિન માટે ચૂકવાયેલી ફીમાં વધારો થઇ રહ્યો છે. તે રેમિટન્સ ફી સ્ટ્રક્ચરમાં ઓછી પારદર્શિતા સૂચવે છે અને ગ્રાહકો સમક્ષ છુપી ફીનું જોખમ પેદા કરે છે કારણકે તેઓ માર્ક્ડઅપ એક્સચેન્જ રેટ સ્વરૂપે રેમિટન્સ સર્વિસ માટે અજાણતા વધુ ચૂકવણી કરે છે.

ચિત્ર 1 – ભારતમાંથી રેમિટન્સિસ ઉપર ચૂકવાયેલી કુલ ફોરેન ટ્રાન્ઝેક્શન ફી (રૂ.માં)

વિદેશોમાંથી ભારત નાણા મોકલતા ગ્રાહકો પણ છુપી ફીની જાળથી બચી શકતા નથી. છેલ્લાં પાંચ વર્ષમાં ઇનવર્ડ રેમિટન્સિસ ઉપર એક્સચેન્જ રેટ માર્જીન 42 બિલિયનથી વધીને 79 બિલિયન થયું છે. આ વચ્ચે ટ્રાન્ઝેક્શન ખર્ચ ઉપર ચૂકવાયેલી ફી વર્ષ 2016માં 102 બિલિયનથી વધીને વર્ષ 2020માં 140 બિલિયન થઇ છે.

રેમિટન્સિસ ઉપર ચૂકવાયેલી આ ફીનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી ભારતમાં આવતા નાણાનો છે, જ્યાં મોટાભાગના લોકો ભારતમાં તેમના પરિવારોને સપોર્ટ કરવા માટે બ્લુ કોલર જોબ કરે છે.

વર્ષ 2020માં ભારતમાં ઇનવર્ડ રેમિટન્સિસ ઉપર ચૂકવાયેલી કુલ ફીમાં સાઉદી અરેબિયા 24 ટકા સાથે પ્રથમ ક્રમે, ત્યારબાદ યુનાઇટેડ  સ્ટેટ્સ (18 ટકા), યુનાઇટેડ  કિંગ્ડમ (15 ટકા), કતાર (8 ટકા), કેનેડા (5 ટકા), ઓમાન (5 ટકા), યુનાઇટેડ આરબ અમિરાત (5 ટકા), કુવૈત (5 ટકા) અને ઓસ્ટ્રેલિયા (4 ટકા) છે.

અભ્યાસમાં જણાયું છે કે મહામારી પહેલાં ભારતીય પ્રવાસીઓએ વર્ષ 2019માં જ ફોરેન એક્સચેન્જ ફી પેટે 42 બિલિયન ચૂકવ્યાં હતાં, જેમાંથી 24 બિલિયન છુપા એક્સચેન્જ રેટ માર્કઅપ્સ છે.

અસ્પષ્ટ રેમિટન્સ પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર ફીના માળખા અંગે ઓછી પારદર્શિતાને કારણે આજે મોટાભાગના ગ્રાહકો વિદેશોમાં નાણા મોકલવાના વાસ્તવિક ખર્ચને સમજવા અક્ષમ છે. ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન્સ સાથે બે ખર્ચ સંકળાયેલા છેઃ અપફ્રન્ટ ટ્રાન્ઝેક્શન ફી અને એક્સચેન્જ રેટ. અપફ્રન્ટ ફી અલગ-અલગ હોઇ શકે છે,

પરંતુ ટ્રાન્ઝેક્શનના કુલ ખર્ચને મોટાભાગે દર્શાવતા નથી કારણકે પરંપરાગત બેંકો અને પ્રોવાઇડર્સ એક્સચેન્જ રેટ ઉપર અજ્ઞાત માર્કઅપ્સ ઉમેરે છે અને ઉચિત ફેર, મીડ-માર્કેટ રેટનો ઉપયોગ કરતાં નથી. દરો વચ્ચેનો તફાવત છુપી ફીમાં પરિણમે છે, જેના કારણે વિદેશમાં નાણા મોકલવા વખતે લોકોને બિનજરૂરી રીતે વધુ ખર્ચ થાય છે.

ઉદ્યોગમાં વધુ પારદર્શિતાનું આહ્વાન

ભારતીય સર્વે ફોરન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શનમાં છુપી ફી સામે વાઇઝની વૈશ્વિક લડાઇને દર્શાવે છે. છુપી ફી વિરૂદ્ધ વાઇઝનું કેમ્પેઇન ((#WiserBanegaIndia) બેંકો અને બ્રોકર્સ સમક્ષ નીચેના પરિબળો માટે આહ્વાન કરે છે.

પ્રત્યેક ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા ખર્ચનું સ્પષ્ટ બ્રેકડાઉન આપવું

  • પ્રોવાઇડર દ્વારા ઓફર કરાયેલા એક્સચેન્જ રેટ સામે મીડ-માર્કેટ રેટ વચ્ચેનો તફાવત દર્શાવવો
  • ફ્રી અને 0 ટકા કમીશન જેવાં ગેરમાર્ગે દોરનારા શબ્દોનો ઉપયોગ બંધ કરવો. પ્રોવાઇડર્સ મોટાભાગે કહે છે કે તેમની ફી નીચી અથવા શુન્ય છે, પરંતુ તેઓ ફાઇન પ્રિન્ટ અથવા એક્સચેન્જ રેટ માર્ક્ડ અપ સ્વરૂપે વધુ ચાર્જીસ વસૂલી લે છે

આ સર્વે અંગે પ્રતિક્રિયા આપતાં વાઇઝ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર રશ્મિ સાતપુટેએ કહ્યું હતું કે, “ટેક્નોલોજી અને ઇન્ટરનેટની મદદથી ફોરેન ફંડ ટ્રાન્સફર સંબંધિત સત્તાવાર મુદ્દાઓ સરળ બન્યાં છે ત્યારે એક્સચેન્જ રેટમાં છુપી ફીની વર્ષો જૂની પ્રેક્ટિસને કારણે ગ્રાહકો છુપી એફએક્સ ફી ઉપર વધુ ખર્ચ કરે છે, જે હકીકતમાં તેમના પોકેટમાં હોવા જોઇએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “કોઇપણ સમયે રૂપીનું ડોલર અથવા યુરો અથવા અન્ય કોઇપણ આંતરરાષ્ટ્રીય કરન્સીમાં પરિવર્તન અથવા તેનાથી વિપરિત સ્થિતિમાં ગ્રાહકો છુપા એક્સચેન્જ રેટ માર્કઅપ્સ, છુપી ફી, વિલંબ અને સ્મોલ પ્રિન્ટ જેવા પરિબળોમાં ફસાઇ જાય છે.

આજના સંશોધનમાં ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શનમાં પારદર્શિતાના અભાવને ઉજાગર કરવામાં આવ્યો છે, જેમાં પ્રોવાઇડર્સ એક્સચેન્જ રેટ માર્કઅપ્સમાં છુપી ફી વસૂલતા હોવાને કારણે ગ્રાહકોને ફોરેન ટ્રાન્જેક્શન માટે બિનજરૂરી ખર્ચ ચૂકવવો વડે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.