Western Times News

Gujarati News

લશ્કર-એ-તૌયબાની ઉત્તરપ્રદેશના રેલવે સ્ટેશનો ઉડાવી દેવાની ધમકી

લખનૌ, આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ શનિવારે મોડી રાત્રે આ ધમકી આપી હતી. જે બાદ રેલવે સ્ટેશનોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સીસીટીવી કેમેરા દ્વારા સ્ટેશનો પર પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને જીઆરપી, આરપીએફ અને ડોગ સ્કવોડ એલર્ટ મોડ પર છે.

હકીકતમાં, શનિવારે મોડી રાત્રે ગુપ્તચર વિભાગ તરફથી ઇનપુટ મળ્યો હતો કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ રાજ્યના ૪૬ મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠને હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર લખ્યો હતો અને તેમણે સુરક્ષા એજન્સીઓને આ પત્રની જાણકારી આપી હતી.

હાલમાં આતંકવાદી સંગઠને જે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે તેમાં લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર અને ગોરખપુર વગેરે સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળ્યા બાદ વારાણસીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી અને ય્ઇઁ અને ઇઁહ્લએ સ્ટેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આતંકવાદી સંગઠનની ધમકી મળ્યા બાદ ટ્રેનોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, સ્ટેશનના સુરક્ષાકર્મીઓ સતર્ક છે અને ખતરાને જાેતા સ્ટેશનોમાં વધારાના સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્ટેશનો પર સુરક્ષાકર્મીઓ સામાન અને મુસાફરોની તપાસ કરી રહ્યા છે અને ટ્રેનની અંદર ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ય્ઇઁએ તેનું પેટ્રોલિંગ વધારી દીધું છે.

જાે કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ આતંકવાદી સંગઠને રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી હોય. આ પહેલા અયોધ્યા અને કાશીમાં પણ આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-તૈયબા તરફથી ધમકીઓ મળ્યા બાદ, રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્ટેશનમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુસાફરો અને તેમના આગળની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ટ્રેનોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

ધમકી મળ્યા બાદ મોડી રાતથી જ સ્ટેશન પર સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કંટ્રોલ રૂમથી સ્ટેશનો પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જીઆરપી અને આરપીએફની સાથે ડોગ સ્ક્વોડની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.