Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાએ Covaxin ને માન્યતા આપી: રોક ટોક વગર કરી પ્રવાસ શકાશે

Files Photo

કેનબરા, ભારત બાયોટેકની કોરોના રસીને લઇને એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે.  કો-વેક્સિનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી આપવામાં નથી આવી પરંતુ ઓસ્ટ્રેલિયાની સરકારે તેને માન્ય વેક્સિન તરીકેની યાદીમાં સામેલ કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયાના થેરેપાટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ વેક્સિનની એફિકેસીને લઇને તપાસ કરી હતી ત્યાર બાદ મંજૂર આપી છે. તપાસમાં વેક્સિનની સુરક્ષા, ક્વોલિટી અને ઇફેક્ટિવનેસને લઇને તપાસ કરવામાં આવી હતી.

ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનને ઓસ્ટ્રેલિયાએ મુસાફરોના વેક્સિનેશનના સ્ટેટસ માટે મંજૂરી આપી દીધી છે. ટીજીએ દ્વારા દુનિયાભરની કેટલીય રસીને માન્યતા આપવામાં આવી છે જેમાં ભારની અગાઉ ભારતની કોવિશિલ્ડને માન્યતા આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર બેરી ઓ ફારેલએ આ અંગે માહિતી આપી છે.

ઓસ્ટ્રેલિયા સરકાર તરફથી કોવેક્સીનને આ ગ્રીન સિગ્નલ તેવા સમયે મળ્યું છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી મંજૂરી માટે ભારતની વેક્સીન ઘણા સમયથી રાહ જોઈ રહી છે. આ વેક્સીનને મંજૂરી આપવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુ જાણકારીની માંગ કરી છે.

વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે વધુ કેટલીક જાણકારીની જરૂર છે. તેના આધાર પર વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી શકાય છે.  3 નવેમ્બરે બેઠક મળશે જેમાં ભારત બાયોટેકની રસી કોવેક્સીનને મંજૂરી મળી શકે છે. આ વર્ષે 19 એપ્રિલે ભારત બાયોટેક તરફથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ રસીને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને તૈયાર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.