Western Times News

Gujarati News

IOCનો છેલ્લા છ માસનો ચોખ્ખો નફો ૧૨,૩૦૧ કરોડ

નવી દિલ્હી, ઈન્ડિયન ઓઈલે વિવિધ કામગીરીમાંથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના રૂ. ૨,૦૪,૬૯૩ કરોડની તુલનાએ એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૨૧ના સમાનગાળા દરમિયાન રૂ. ૩,૨૪,૮૨૭ કરોડની આવક નોંધવી હતી.

૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પૂર્ણ થયેલાં છ મહિના માટેનો ચોખ્ખો નફો અગાઉના સમાન સમયગાળાના રૂ. ૮,૧૩૮ કરોડની તુલનાએ વધી રૂ. ૧૨,૩૦૧ કરોડ નોંધાયો હતો, જે માટે મુખ્યત્વે વર્તમાન સમયગાળા દરમિયાન નોંધાયેલા ઈન્વેન્ટરીના ઊંચા લાભ અને રિફાઈનિંગ માર્જીનમાં થયેલી ઊંચી વૃદ્ધિ જવાબદાર છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સમાન ત્રિમાસિક ગાળાની રૂ. ૧,૧૫,૭૫૪ કરોડની આવકની તુલનાએ ઈન્ડિયન ઓઈલે ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં વિવિધ કામગીરી થકી રૂ. ૧,૬૯,૭૭૧ કરોડની આવક નોંધાવી હતી. ઊંચા રિફાઈનિંગ માર્જિનને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. ૬,૩૬૦ કરોડ નોંધાયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૬,૨૨૭ કરોડ રહેવા પામ્યો હતો.

કોર્પોરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ યોજાયેલી બેઠકમાં ઇક્વિટી શેર દીઠ ?૫નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. (ફેસ વેલ્યુઃ ?૧૦/- પ્રતિ ઇક્વિટી શેર).

ઇન્ડિયનઓઇલના ચેરમેન એસ એમ વૈદ્યએ જણાવ્યું હતું કે, ઇન્ડિયનઓઇલે એપ્રિલ – સપ્ટેમ્બર ૨૦૨૧ના સમયગાળા દરમિયાન નિકાસ સહિત ૪૦.૫૦૬ મિલિયન ટન ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ છ મહિના દરમિયાન અમારં્‌ રિફાઇનિંગ ઉત્પાદન ૩૧.૯૯૬ મિલિયન ટન હતું અને આ સમયગાળા દરમિયાન કોર્પોરેશનના દેશવ્યાપી પાઇપલાઇન નેટવર્કનું ઉત્પાદન ૩૯.૪૦૮ મિલિયન ટન હતું. એપ્રિલ – સપ્ટેમ્બર ૨૦૨૧ના સમયગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જીઆરએમ) બીબીએલ દીઠ ૬.૫૭ યુએસ ડોલર હતું જ્યારે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં બીબીએલ દીઠ તો ૩.૪૬ અમેરિકન ડોલર રહેવા પામ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના બીજા ત્રિમાસિક ગાળામાં નિકાસ સહિત ઈન્ડિયનઓઇલના ઉત્પાદનના વેચાણનું પ્રમાણ, ૨૦.૧૮૧ મિલિયન ટન હતું. રિફાઇનિંગ થ્રુપુટ ૧૫.૨૭૭ મિલિયન ટન હતું અને ત્રિમાસિક ગાળા દરમિયાન કોર્પોરેશનના દેશવ્યાપી પાઇપલાઇન નેટવર્કનું થ્રુપુટ ૧૯.૫૩૩ મિલિયન ટન રહેવા પામ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.