Western Times News

Gujarati News

સમીર વાનખેડેએ મહત્વના દસ્તાવેજો આયોગને સોંપ્યા

મુંબઈ, મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સોમવારે દિલ્હીમાં અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગના ઓફિસમાં પહોંચ્યા. ત્યાં તેમણે કેટલાક મહત્વના દસ્તાવેજ કમિશનને સોંપ્યા છે.

દસ્તાવેજ સોંપ્યા બાદ બહાર આવેલા વાનખેડેએ જણાવ્યુ કે તમામ ડોક્યૂમેન્ટસ આયોગને આપવામાં આવ્યા છે, હવે વેરિફિકેશનના બાદ આયોગ આનો રિપોર્ટ આપશે. આયોગના અધ્યક્ષ વિજય સાંપલાએ જણાવ્યુ કે વાનખેડેના દસ્તાવેજનુ વેરિફિકેશન કરવામાં આવી રહ્યુ છે.

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર કેટલાય પ્રકારના આરોપો લાગ્યા છે. નવાબ મલિકનો દાવો છે કે સમીર વાનખેડે મુસ્લિમ છે અને તેમણે બનાવટી જાતિ પ્રમાણ પત્ર બનાવીને નોકરી પ્રાપ્ત કરી છે. મલિકના આરોપોને વાનખેડે પહેલા જ ફગાવી ચૂક્યા છે અને આજે તેમને અનુસૂચિત પંચને પોતાના દસ્તાવેજ સોંપ્યા.

સમીર વાનખેડેના આયોગને પોતાના જાતિ પ્રમાણપત્ર, પહેલી પત્નીથી થયેલા બાળકોનુ બર્થ સર્ટિફિકેટ અને તલાકના પેપર સોંપ્યા છે. આ સાથે જ તેમણે લગ્નના દસ્તાવેજ પણ આપ્યા છે. કમિશન આ દસ્તાવેજની તપાસ કરાવશે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ વિજય સાંપલાએ જણાવ્યુ કે વાનખેડેએ પહેલા પણ એક અરજી આપી હતી કે તેમના વિરૂદ્ધ ષડયંત્ર થઈ રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે ૨૯ ઓક્ટોબરે મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરી હતી પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી. ૭ દિવસની અંદર રિપોર્ટ આપવાનુ કહ્યુ હતુ.

તેમણે જણાવ્યુ કે વાનખેડેએ કહ્યુ છે કે તેઓ અનુસૂચિત જાતિના છે અને તેમાં કોઈને પણ શંકા થવી જાેઈએ નહીં. સાંપલાએ જણાવ્યુ કે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, ડીજીપી અને કમિશ્નર પાસે જાણકારી માગી છે. જાણકારી મળ્યા બાદ નક્કી કરીશુ કે આગળ શુ કરવાનુ છે. તેમણે એ પણ કહ્યુ કે જાે અમે વાનખેડેના દસ્તાવેજાેને યોગ્ય મેળવીએ છીએ તો અમે એ સુનિશ્ચિત કરીશુ કે તેમના અધિકારોની રક્ષા કરવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.