Western Times News

Gujarati News

રખડતા ઢોરોને કરંટ લાગતા કોટ વિસ્તારના ઈલે. ટ્રાન્સફર સ્ટેશનોને કવર કરવામાં આવશે

File Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં ટોરેન્ટ પાવરના ખુલ્લા ટ્રાન્સફર સ્ટેશનોના કારણે ઢોરોને કરંટ લાગવા જેવા બનાવ બનતા રહે છે જેના કારણે કોટ વિસ્તારના તમામ ટ્રાન્સફોર્ટ સ્ટેશનોને કવર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે તેવી જ રીતે કોટ વિસ્તારમાં વીજભાર વધારવાની અને નવા વીજ જાેડાણોની અરજીઓ છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડીગ પડી રહી છે જે અંગે તાત્કાલિક નિર્ણય લેવા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મ્યુનિ. ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ મધ્યઝોનમાં અંદાજે ર૦ જેટલા ખુલ્લા ટ્રાન્સફર સ્ટેશનો છે જેમાં રખડતા ઢોરોને કરંટ લાગવાના બનાવ બનતા રહે છે તેથી આ તમામ ટ્રાન્સફર સ્ટેશનોને પીપીપી ધોરણે કવર કરવામાં આવશે.

ટોરેન્ટ કંપની આ કાર્ય પૂર્ણ કરશે તદ્‌ઉપરાંત ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટે વીજભાર વધારા તથા વીજ જાેડાણોને લગતી અરજી અંગે રજુઆત કરી છે. ખાડિયાના રહીશો દ્વારા ત્રણ વર્ષથી આ મામલે ટોરેન્ટ પાવર લિમિટેડ સમક્ષ અરજીઓ કરવામાં આવી છે.

ટોરેન્ટ કંપની દ્વારા મધ્યઝોનના એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ સમક્ષ રોડ ઓપનીગ પરમીશન માટે અરજી કરવામાં આવી છે જે અરજીઓ એસ્ટેટ વિભાગને અભ્રિપાય માટે મોકલવામાં આવે છે જેમાં સદર મિલ્કતોને લગતા ઘણા બધા પુરાવાઓ સ્થાનિક રહીશો પાસે માંગવામાં આવે છે જે સામાન્ય રહીશો દ્વારા પુરા પાડવા શક્ય હોતા નથી.

સદ્‌ર મિલ્કત કાયદેસર છે કે કેમ અને તેના બાંધકામમાં કે વપરાશમાં કોઈ ફેરફાર કરેલ છે કે કેમ જેવા મુદ્દાને લીધે ખાડિયા વોર્ડના રહીશો વીજભાર વધારા અને નવા જાેડાણ માટે પુરાવા આપી શકતા નથી.

અમ્યુ.કોર્પો.ના રેકોર્ડ પર આ તમામ મિલ્કતો છે તેમજ મનપા દ્વારા પાણી અને ડ્રેનેજ સેવા પણ પુરી પાડવામાં આવે છે તે અંગેના ટેક્ષ બીલ પણ સ્થાનિક રહેવાસીઓને મોકલવામાં આવી રહયા છે તેમ છતાં સદર મિલકત અંગેના પુરાવા માંગી નાગરિકોને હેરાન કરવામાં આવે છે જે યોગ્ય નથી. તેથી આ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરી નાગરિકોને વીજ વધારો અને નવા જાેડાણ મળે તે માટે સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.