Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦ કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના આંકડા આંખ ઉઘાડનારા આવ્યા છે. આજે કોરોનાના નવા ૨૦ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૮ દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૩૧૧ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ ૩,૪૪,૬૫૫ ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૯૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૯૦ નાગરિકો સ્ટેબલ છે.

૮,૧૬,૩૧૧ નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. વલસાડમાં એક નાગરિકનું આજે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. વડોદરા કોર્પોરેશન ૬, અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૩, ગાંધીનગર, જુનાગઢ અને નવસારીમાં ૨-૨ કેસ અને કચ્છ અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૨ ને પ્રથમ ડોઝ, ૧૩૭૬ ને બીજાે ડોઝ આપવામાં આવ્યા હતા. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૫૦૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૭૬૧૪૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના ૩૨૧૫૨ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૦૪૪૭૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

આ પ્રકારે એક જ દિવસમાં કુલ ૩,૨૪,૬૫૫ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. ૭૧૦૨૫૬૩૧ નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.