Western Times News

Gujarati News

આર્યન ખાન કેસમાં ચાર્જશીટ સામે ક્વોશિંગ પિટિશન થાય તો શું પરિણામ આવે?

મુંબઈ નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ ક્રૂઝશીપ પાર્ટી પર છાપો મારી આર્યન ખાન ને કેદી નંબર ૯૫૬ નો બનાવી દીધો, પણ હવે ચાર્જશીટ સામે ક્વોશિંગ પિટિશન થાય તો શું પરિણામ આવે?

ક્રૂઝશીપમાં NCBએ છાપો માર્યો ત્યારે કાશીમ હાજર હતો એવું મનાય છે! તો સમીર વાનખેડે એ તેની ધરપકડ કેમ ના કરી?

તસવીર મુંબઈ હાઈકોર્ટની છે જ્યારે ડાબી બાજુ ની ઇન્સેટ તસવીર મુંબઈ હાઇકોર્ટ ના જસ્ટિસ શ્રી નીતિનભાઈ સામ્બ્રે ની છે જ્યારે જમણી બાજુ ની તસ્વીર આરોપી આર્યન શાહરુખ ખાન પઠાણની છે જ્યારે નીચેની તસવીર મુંબઈની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ની કચેરીની છે. જ્યારે ડાબી બાજુ ઈનસેટ તસવીર અધિકારી સમીર વાનખેડેની છે,

ત્રીજી તસવીર કાશીમ દાઢીવાળાની મનાય છે એ ડ્રગ્સ માફિયા કે પછી કલાકાર?!  મુંબઈના નજીકની સમુદ્રમાં આલીશાન ક્રૂઝશીપ માં હાઇપ્રોફાઇલ પાર્ટીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ છાપો માર્યો ત્યારે કાશીમ હાજર હતો એવું મનાય છે! તો સમીર વાનખેડે એ તેની ધરપકડ કેમ ના કરી?

સમીર વાનખેડે ની ટીમે રેવ પાર્ટીમાં છાપો માર્યો ત્યારે ૧૨૦૦થી વધુ લોકો હાજર હોવાનું કહેવાય છે તેમાંથી આર્યન ખાન પાસેથી ડ્રગ્સ ન મળતાં અને ડ્રગ્સ લીધેલ ન જણાતા તેની તબિબી પણ તપાસ નથી કરાઈ તો પછી એફઆઈઆર ૨૦૧૮ થી ૨૦૧૯ ના કથિત ચેટ ના આધારે કઈ રીતે અને શા માટે કરાઇ એવા સવાલો ઊભા થયા છે

આર્યન ને કેદી નંબર ૯૫૬ બનાવી દીધો પણ સમીર વાનખેડે સામે તપાસ અધિકારી શ્રી વી.વી.સિંગ કેવી તપાસ કરે છે એ જાેવાનું રહે છે સમીર દાઉદ વાનખેડે નામથી લગ્ન કર્યાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે આ બધી બાબતો વચ્ચે હવે આર્યન શાહરુખખાન પઠાન સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ફક્ત નિવેદનો લઇ  ચાર્જર્શિટ કરશે.

તો તે ન્યાયની અદાલતમાં ટકશે?! ખરેખર તો કેસના પુરાવાથી જાેતાં આર્યન સામે ૯૦ દિવસ પછી ચાર્જશિટ થાય ત્યારે તે ચાર્જશિટ સામે ક્વોશિંગ પિટિશન કરી કેસની ઝડપી નિકાલ કરવો જાેઈએ એવું જાણકારોનું માનવું છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

બ્રિટિશ રાજકીય અગ્રણી અને લેખક એ કહ્યું છે કે ‘‘બીજા એ રાખેલી અપેક્ષા કરતાં વધુ ઉચ્ચ ધોરણો માટે જાતને જવાબદાર બનાવો, બહાનાબાજી ક્યારે ના કરો’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘‘આજે છટકી જઈ ને તમે આવતીકાલની જવાબદારીથી ભાગી ન શકો!!

મુંબઈની ક્રૂઝશીપ પાર્ટી પ્રકરણમાં નાર્કોટિક્સ કંટ્રોલ કરેલી રેડ બાદ ગુનો દાખલ કરનાર સમીર વાનખેડે પણ દરેક સ્તરે શંકાના ઘેરામાં આવી ગયા છે નાર્કોટીક્સ ડ્રગ્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડે એ જ્યાં ત્યાંથી કેસની કડીઓ જાેડવા પ્રયત્નો કર્યો પણ મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ નિતિનભાઈ સાંબ્રેએ આર્યન શાહરૂખ ખાનને જામીન આપી દીધા બાદ હવે સમીર વાનખેડે એ અનેક ખુલાસા કરવાનો મુદ્દો ઉઠ્‌યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.