Western Times News

Gujarati News

PM નરેન્દ્ર મોદી 2023માં ભારતમાં યોજાનાર G20ની શિખર પરિષદની તૈયારી કરી રહ્યા છે

‘જ્યારે નૈતિકતા અને ફાયદો સામે આવે છે ત્યારે રાજકારણમાં ફાયદો ભાગ્યે જ ખોટ કરે છે!

ઈટાલીના રોમ ખાતે જી૨૦ના દેશોની શિખર પરિષદના વૈશ્વિક નેતાઓ વિશ્વકક્ષાની સમસ્યા પર ચર્ચા કરી રહ્યા છે ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી કર્મશીલતા સાથે ૨૦૨૩માં ભારતમાં યોજાનાર જી૨૦ની શિખર પરિષદ તૈયારી કરી રહ્યા છે!

અમેરિકાના પ્રમુખ જાે.બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુયલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો તથા ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક સમસ્યાઓ અને દેશ ની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીએ પોપ ફ્રાંસિસ સાથે વિચાર વિમર્સ કરી રાજકીય મુસદ્દીગિરિ નો પરિચય આપ્યો છે!

તસવીર ઇટાલીના રોમ ખાતે યોજાયેલ 16 મી જી૨૦ ના દેશોની શિખર પરિષદ છે કોરોના મહામારી પછી કથળેલી પરિસ્થિતિનો સામનો આખો વિશ્વ કરી રહ્યું છે જેમાં સમગ્ર વિશ્વના કુલ જીડીપીના ૮૫% જી.ડી.પી હિસ્સો જી૨૦ ના સભ્ય દેશો નો થતો હોવાનું મનાય છે! G20ના દેશોની વૈશ્વિક વેપારમાં ૮૦ ટકા જેટલી ભાગીદારી છે. જયારે 17મી જી20 શિખર પરિષદ ઈન્ડોનેશિયામાં 30-31 ઓકટોબર, 2022 ના રોજ યોજાશે.

2023માં ભારતમાં યોજાનારી 18મી જી20 શિખર પરિષદ માટે પ્રધાનમંત્રી અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. જેમાં આ મહત્વની બેઠકમાં રશિયા પ્રમુખ પુતીન ને ચીનના પ્રમુખ જિનપિંગ ની ગેરહાજરી સૂચક છે વૈશ્વિક કરારને મંજૂર કરતી આ બેઠકમાં મોટી કંપનીઓના નફા પર ટેક્સ અને નોકરીઓ શિફ્ટ થતી રોકવા વેશ્વિકસ્તર નો કરાર રોક લગાવશે! વૈશ્વિક આરોગ્ય ના મુદ્દા ઉપર ભાર મૂક્યો છે પર્યાવરણના મુદ્દો પણ ગંભીર છે જેને વિશ્વને ઘમરોળી નાખ્યું છે

કોરોનાનો સામનો કરવા માટે મજબૂત કટિબદ્ધતા પર આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ભાર મુકાયો છે આ દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય મુસદીગિરિ ઊભરી આવે છે તેઓ જી૨૦ પરિષદમાં ભાગ લઈને ચર્ચા આગળ વધે તે પૂર્વે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના પ્રમુખ જાે.બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેહ્ન્‌સન, ફ્રાન્સના પ્રમુખ ઇંયુનાલ મેક્રોન, કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટુડો ની મુલાકાત લીધી હતી

આ ઉપરાંત અદ્યત્મિક વડા પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત સાથે તેમને અનેક મુદ્દે ચર્ચા પણ કરી હતી આમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુસ્સદ્દીગિરિ રાજનીતિજ્ઞ તરીકે ૨૦૨૩ માં ભારતમાં યોજાનારી ૨૦જીના દેશોની શિખર પરિષદ માટેનો રચનાત્મક માહોલ પણ બનાવવામાં સફળ રહ્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોપ ફ્રાંસિસ ને ભારત આવવા નિમંત્રણ આપ્યંુ છે અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે એ પણ એક હકારાત્મક નોધ છે

આમ છતાં જી૨૦ ના દેશોના નેતાઓ પોતાના દેશમાં અનેક આંતરિક પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે જી૨૦ની શિખર મંત્રણા અને ઠરાવ પછી પણ પોતાના દેશના અનેક મુદ્દા પર પણ ઉકેલ લાવવો પડશે વૈશ્વિક સ્તરે અને ભારતમાં રસીકરણ થયું હોવા છતાં કોરોના નો ભય વૈશ્વિકસ્તરે વ્યાપેલો છે અને બેકારી, મોંઘવારીથી પ્રજામાં વ્યાપેલી હતાશા બાબતે હવે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં પણ નક્કર આર્થિક ર્નિણયો કરવા પડશે હવે ફક્ત વિચાર કે વૈશ્વિકસ્તરે કાગળ પર કરેલા ઠરાવ નહીં ચાલે એવું કેટલાક તજજ્ઞોનું માનવું છે

તસવીરમાં ડાબી બાજુથી અમેરિકાના પ્રમુખ જાે.બાઈડેનની છે તેઓએ સેનેટમાં કેટલીક બાબતો મંજૂર કરાવી પડશે બીજી તસવીર બ્રિટિશના વડાપ્રધાન બોરિસ જાેહ્ન્‌સનની છે તેમણે પોતાના જ દેશની આર્થિક ઉપરાંત અનેક ચીજવસ્તુઓ સ્થળાંતર કરવાનો મુદ્દો ઉકેલવાનો છે ત્રીજી તસવીર ફ્રાન્સના પ્રમુખ ઇમ્યુનાલ મેક્રોન છે

તેમણે પોતાના દેશમાં લોકપ્રિયતાનું સ્તર ઊંચું લાવવાનું છે ચોથી તસ્વીર કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટુડો ની છે તેવો ના માથે કેનેડા નો વિકાસ કરવાની મોટી જવાબદારી છે જ્યારે છેલ્લી તસવીર ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની છે તેઓ રાષ્ટ્રીય સ્તરે બેકારી મોંઘવારી અને ખેડૂતો ના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે

તેની બાજુ ની તસવીર અધ્યાત્મિક ધાર્મિક નેતા પોપ ફ્રાંસિસની છે તેમની સાથે વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદી એ લાંબા સમય સુધી વિચાર વિમર્સ કર્યો હતો આ જાેતાં તેમની રાજકીય મુસદ્દીગીરી અનેક પ્રશ્નોનો નિકાલ કરશે એવી આશા છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

અમેરિકાના કોંગ્રેસમાં ચૂંટાયેલ પ્રથમ મહિલા સાંસદ અને શિક્ષણ વિદ શિર્લે ચિશોએ મેં સરસ કહ્યું છે કે ‘‘જ્યારે નૈતિકતા અને કાયદા સામે આવી જાય ત્યારે ‘ફાયદો’ રાજકારણમાં ભાગ્યે જ ખોટ કરે છે!! જ્યારે બ્રિટિશ વડાપ્રધાનને પણ સરસ કહ્યું છે કે ઉત્તરદાયિત્વ એ ‘મહાનતા’ માટે ચૂકવતી પડતી કિંમત છે’’!!

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જી૨૦ શિખર બેઠકમાં ભાગ લેવા માટે ઇટાલીના રોમ ખાતે પહોંચી ગયા છે જ્યાં વિશ્વભરના પ્રતિભાશાળી નેતાઓ ઉપસ્થિત છે જેમાં ખાસ કરી મહેમાનો પણ ઉપસ્થિત છે સાથે વિશ્વના દેશોની મુખ્ય બેન્કો ના ગવર્નર પણ ઉપસ્થિત રહ્યા છે. ૧૯૭૫માં આર્થિક સંકટનો સામનો કરવા વિશ્વની મહાસત્તાઓ એકઠી થયેલી ત્યારબાદ તેમાં અનેક દેશો જાેડાતા જતા તાજેતરમાં જ જી૨૦ ના દેશોની શિખર બેઠક મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.