Western Times News

Gujarati News

પ્રીમિયમ નહીં ભરવાથી પોલિસી લેપ્સ થાય તો ક્લેમ નામંજૂર થઈ શકે: સુપ્રીમ કોર્ટ

Files Photo

નવીદિલ્હી, સુપ્રીમકોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે પ્રીમિયનની ચુકવણી નહીં થઈ હોવાથી જાે પોલિસી લેપ્સ થઈ હોય તો વીમા કંપની ક્લેમ નામંજૂર કરી શકે છે. સાથે જ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ઇન્શ્યોરન્સ પોલિસીની શરતોનું કડકાઈથી અર્થઘટન કરવું પડશે.

માર્ગ અકસ્માતને લગતા એક કેસમાં નેશનલ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના આદેશને રદબાતલ ઠેરવતા સુપ્રીમકોર્ટે આ નિરીક્ષણ રજૂ કર્યા હતા. સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વીમાના કરારનું વીમા ધારક દ્વારા યોગ્ય પાલન થાય એ હિતાવહ છે. તેથી આ કરારની શરતોનું અર્થઘટન મરજી પ્રમાણે કરી શકાય નહીં. એલઆઇસી દ્વારા દ્ગઝ્રડ્ઢઇઝ્રના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ કેસમાં દ્ગઝ્રડ્ઢઇઝ્રએ રાજ્યના ગ્રાહક સુરક્ષા ફોરમના ચુકાદાને ફેરવી તોળ્યો હતો. પ્રસ્તુત કેસમાં એક મહિલાના પતિએ જીવન સુરક્ષા યોજા હેઠળ એલઆઇસી પાસેથી લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી હતી. આ પોલિસી ૩.૭૫ લાખ રૂપિયાની હતી.પોલિસીનું પ્રીમિયમ દર છ મહિને ભરવાનું હતું પણ વીમા ધારક દ્વારા પ્રીમિયમની ચૂક?વણી કરાઈ નહોતી.

૨૦૧૨ની ૬ માર્ચે થયેલા અકસ્માતમાં વીમા ધારકનું મોત નિપજ્યું હતું. મૃત્યું બાદ વીમા ધારકની પત્નીએ એલઆઇસી સમક્ષ ક્લેમ કર્યો હતો. જાે કે એલઆઈસી દ્વારા ક્લેમ નામંજૂર કરાયો હતો. એ પછી અરજદારે જિલ્લા ફોરમમાં અપીલ કરી હતી. જિલ્લા ફોરમે એક્સિડન્ટલ ક્લેમ બેનિફિટ હેઠળ ૩.૭૫ લાખની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.જાે કે જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમે આ આદેશને રદ ઠેરવ્યો હતો.

એ પછી મહિલાએ દ્ગઝ્રડ્ઢઇઝ્રમાં અપીલ કરી હતી. દ્ગઝ્રડ્ઢઇઝ્રએ ક્લેમને મંજૂર રાખવાનો આદેશ આપીને મહિલાને રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે દ્ગઝ્રડ્ઢઇઝ્રનો આદેશ ફેરવી તોળ્યો હતો. સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં અરજદારનો ઈરાદો નેક નહોતો. પોલિસી રીન્યુઅલ પછી અકસ્માત થયો હોત તો જ એક્સિડન્ટલ બેનિફિટ ક્લેમ કરી શકાય છે.

સુપ્રીમકોર્ટે દ્ગઝ્રડ્ઢઇઝ્રના આદેશને રદ ઠેરવતા જણાવ્યું હતું કે ૨૦૧૧ની ૧૪ ઓક્ટોબરે પોલિસી લેપ્સ થઈ ગઈ હતી. અકસ્માત થયો ત્યારે પોલિસી રિવાઇવ નહોતી. અકસ્માતના ત્રણ દિવસ પછી એટલે કે ૯ માર્ચ ૨૦૧૨ના રોજ પોલિસી રિવાઇવ કરવાની માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં અકસ્માત થયો હોવાની જાણ કર્યા વિના પોલિસી રિવાઇવ કરવાનો પ્રયાસ કરાયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.