Western Times News

Gujarati News

પિતાએ માસૂમ પુત્ર-પુત્રીનાં માથામાં હથોડો મારીને હત્યા કરી પછી બિલ્ડિંગ પરથી કૂદયો

રાંચી, મંત્રાલયમાં કામ કરતા એક સરકારી કર્મચારીએ પોતાનાં પુત્ર અને પુત્રીની હત્યા કરી દીધી છે. એ પછી પોતે પણ પાંચમા માળેથી કૂદકો મારીને જીવ આપી દીધો છે. ઘટના છત્તીસગઢના નયા રાયપુરની છે. અહીં સેક્ટર ૨૭માં બનેલા રહેણાક ફ્લેટ્‌સમાં પરિવારની સાથે આ સરકારી કર્મચારી રહેતો હતો. હાલ મળતી માહિતી મુજબ, પારિવારિક કલેશથી પરેશાન થઈને કર્મચારીએ આવું પગલું ઉઠાવ્યું છે.

પોતાના પરિવારની સાથે ઝંકાર ભાસ્કર. ફોટોમાં દેખાતાં સંતાનોની હત્યા કરીને તેણે જીવ આપી દીધો છે. પત્નીની હાલત ગંભીર છે. સોમવારે સવારે પંચાયત વિભાગમાં કામ કરનાર ઝંકાર ભાસ્કરે (૩૨ વર્ષ) સૌથી પહેલાં પોતાની પત્ની સુપ્રિતા ભાસ્કર પર હથોડાથી હુમલો કર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ છે.

એ બાદ આરોપીએ પોતાના ૩ વર્ષના પુત્ર અંશુ ઉર્ફે અહાન ભાસ્કર અને ૭ વર્ષની દીકરી પરી ઉર્ફે અનિત ભાસ્કરના માથામાં હથોડા મારીને તેમની હત્યા કરી નાખી અને પોતે પાંચમા માળેથી કૂદીને જીવ આપી દીધો. સુચના મળ્યા બાદ પોલીસે પત્ની સુપ્રિતા ભાસ્કરને હોસ્પિટલમાં દાખલ કરાવી છે, જ્યાં તેની હાલત ગંભીર છે.

ગત મહિને રાયપુરના રેલવે સ્ટેશનમાં મંત્રાલયના એક કર્મચારી સંતોષ કંવરની કારની અંદરથી લાશ મળી હતી. તે ઝંકારની સાથે કામ કરતો હતો. ઝંકારની સાથે સંતોષ પિકનિક મનાવવા બિલાસપુર ગયો હતો. જ્યારે આ લોકો રાયપુર પરત ફર્યા તે બાદ સંતોષે પોતાની કારને સ્ટેશનમાં પાર્ક કરી અને ત્યાંજ આરામ કરવા લાગ્યો, અને થોડી જ વારમાં સંતોષનું મોત થઈ ગયું હતું.

રેલવે પોલીસ સતત તપાસ અને કેટલાંક લોકોને પૂછપરછ માટે બોલાવતા હતા. સુપ્રિતા વારંવાર ઝંકારને ટોણો મારતી હતી કે તેને જ સંતોષનો જીવ લીધો હશે. હકિકતમાં પત્નીનો આવા આક્ષેપનું કંઈક કારણ હતું કેમકે થોડાં વર્ષો પહેલાં ઝંકારના ભાઈએ પોતાની પત્નીની હત્યા કરી હતી અને હાલ તે જેલમાં છે. પત્ની વારંવાર ઝંકારને હત્યારા પરિવારમાંથી છે તેવો ટોણો મારતી હતી.

ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં ઝંકારે લખ્યું છે કે પત્ની વારંવાર જેલમાં બંધ ભાઈના નામે ટોણો મારીને પરિવાર વિરુદ્ધ વાતો કરતી હતી, જે તેને જરાય પસંદ ન હતી. આ વાતને લઈને રવિવારે રાત્રે પણ બંને વચ્ચે વિવાદ થયો. જે બાદ ઝંકારે આવું હિચકારું પગલું ભર્યું.

ઝંકારે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘હું જાણું છું કે મા-બાપ વગરનાં બાળકોનાં જીવન કેવાં હોય છે, મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે અને હું પોતે પણ જીવ આપી રહ્યો છું. એવામાં મજબૂરીને કારણે મારે મારાં બાળકોની પણ હત્યા કરવી પડી છે, જેથી તેમને આગળ ખરાબ જીવન ના પસાર કરવું પડે. હું આ માટે માફી ઈચ્છું છું, મને માફ કરી દો.’HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.