Western Times News

Gujarati News

નાસાની મોટી ઉપલબ્ધિ: અંતરીક્ષમાં પહેલી વખત શાકભાજી ઉગાડી

નવી દિલ્હી, ભવિષ્યમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે માનવ જાત પ્રયાસ કર રહી છે અને આ દિશામાં નાસાએ એક મહત્વનુ ડગલુ ભર્યુ છે. અમેરિકન અવકાશી સંસ્થા નાસાએ પહેલી વખત અતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડવામાં સફળતા મેળવી છે. નાસાનુ કહેવુ છે કે, અવકાશ યાત્રીઓએ તેમાંથી એક સારી વાનગી બનાવીને તેનો આનંદ પણ લીધો છે.

નાસાએ કહ્યુ હતુ કે, અંતરિક્ષના સ્પેસ સ્ટેશન પર શાકભાજી ઉગાડવા માટેનો આ પહેલો પ્રયોગ છે અને અંતરિક્ષમાં જેટલા પણ અખતરા થયા છે તેમાં આ પ્રયોગ સૌથી પડકારજનક હતો.

આ કેપ્સીકમ ન્યૂ મેક્સિકો સ્ટેટમાં જોવા મળતા સાંડિયા નામના મરચા અને બીજી એક પ્રજાતિને ભેગી કરીને ઉગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેપ્સીકમને બીજા શાકભાજીની સરખામણીએ અંતરિક્ષમાં ઉગાડવુ મુશ્કેલ મનાય છે. કારણકે તે ઉગવામાં વધારે સમય લેતુ હોય છે.

દરમિયાન અંતરિક્ષમાં સ્પેશ સ્ટેશનમાં અવકાશાયાત્રી મેગન મેકઆર્થરે મરચુ તોડવાથી માંડીને તેનુ ડિનર બનાવતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.