Western Times News

Gujarati News

અમદાવાદની ડ્રેનેજ ડીશીલ્ટીંગની કામગીરી જેટિંગ રિસાઇકલર મશીનથી થશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જેટિંગ રિસાઇકલર મશીનની કામગીરી શરુ કરવામાં આવી.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરની ડ્રેનેજ લાઇનોના ડ્રેનેજ ડી-ચોકિંગ તથા ડીશીલ્ટીંગની કામગીરી માટે અત્યારે રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર નેચરલ રિસોર્સિસ તેમજ મટીરીયલ્સ રિસાઇકલ તેમજ રિયુઝની પોલીસીના અનુસંધાને અદ્યતન ટેકનોલોજી આધારિત જેટિંગ કમ સકશન વીથ રિસાઇકલિંગ ફેસીલીટી ધરાવતા બે રિસાઇકલર મશીનની PPP  મોડલના ધોરણે ૭ વર્ષના ભાડા કરારથી શહેરમાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિસાઇકલિંગ મશીનને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઇ મોરડિયાના હસ્તે ફ્લેગઓફ કરાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગટરના મેનહોલની કામગીરી વખતે શીલ્ટીંગનું પ્રમાણ વધતા આ મશીન દ્વારા જેટિંગની કામગીરી કરીને  ક્લીન વોટરપુરૂ પાડવામાં આવશે

જેના થકી અમદાવાદ શહેરની ડ્રેનેજ લાઇનોના ડ્રેનેજ ડે-ચોકિંગ તથાડીશીલ્ટીંગની કામગીરી વધુ સરળતાપૂર્વક થઈ શકશે. આ મશીન દ્વારા મશીન હોલમાથી ખેચવામાં આવેલ સુએજમાથી શિલ્ટ તેમજ પાણીને છુટા કરીને ફલ્શિંગ તરીકે મશીન હોલમાં પાછું નાખી શકાય છે.

જેના કારણે ડમ્પ ટેન્ક્ની જેમ તેને ખાલી કરવાની જરુર નથી રહેતી. તથા છુટા પાડેલા સુએજને ટેન્કમાં સ્ટોર કરીને રીસાયકલ વોટરનો જેટિંગ માટે ઉપયોગ કરવામાં આવતો હોઇ ફ્રેશ વોટરની જરૂર રહેતી ન હોવાથી વોટર ટેન્ક ખાલી થવાની તેમજ રીફીલીંગ કરવાની સમસ્યાઓમાથી હવે રહેશે નહિ.

આ પ્રસંગે મેયરશ્રી કિરીટભાઇ પરમાર, ડે.મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, વોટર સપ્લાય કમિટી ચેરમેનશ્રી જતીનભાઇ પટેલ અને પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.