Western Times News

Latest News from Gujarat

ભારતની હાર બાદ વિરાટની નવ મહિનાની પુત્રીને રેપની ધમકી

નવી દિલ્હી, ટી-20 વિશ્વ કપમાં ભારતના કંગાળ દેખાવ બાદ ચાહકો સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની ફિરકી લઈ રહ્યા છે અને ચાહકોમાં ભારતીય ખેલાડીઓની રમતને લઈને આક્રોશ પણ છે.

જોકે કેટલાક ચાહકો ટીકા કરવામાં તમામ પ્રકારની મર્યાદાઓ વટાવી જતા હોય છે. દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલનુ કહેવુ છે કે, મારી નજરમાં કેટલાક ટ્વિટ એવા પણ આવ્યા છે જેમાં વિરાટ કોહલીની નવ મહિનાની પુત્રીને રેપની ધમકીઓ આપવામાં આવી છે.

માલીવાલે આ મામલે દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ વિભાગને પત્ર લખીને તપાસની માંગણી કરી છે. માલિવાલે પત્રમાં કહ્યુ છે કે, પાક સામેની હાર બાદ વિરાટની 9 મહિનાની પુત્રી પર રેપની ધમકીઓ અપાઈ રહી છે. વિરાટ પર એટલા માટે હુમલા થઈ રહ્યા છે કે, તેણે ધર્મના આધારે મહોમ્મદ શામીને નિશાન બનાવવાનો વિરોધ કર્યો છે.

દિલ્હી મહિલા આયોગે પોલીસ પાસે જાણકારી માંગી છે કે, આ કેસમાં ધમકી આપનારા લોકોની ઓળખ થઈ છે કે નહી અને જો કોઈ ધરપકડના થઈ હોય તો પોલીસ આરોપીને અરેસ્ટ કરવા માટે અત્યારે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers