Western Times News

Gujarati News

અમદાવાદના પ સહિત રાજયના ૪૦ RTO ઈન્સ્પેકટરને નોટિસ

પ્રતિકાત્મક

એક પૂર્વ એઆરટીઓ અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે વિવાદ પછી વાહનવ્યવહાર કચેરીની કાર્યવાહી

અમદાવાદ, ટ્રાન્સપોર્ટ કંપનીના વિવાદમાં વાહનવ્યવહાર કમીશ્નર કચેરીએ રાજયના ૪૦ આરટીઓ ઈન્સ્પેકટરને નોટીસ ફટકારતા સમગ્ર રાજયમાં વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરટીઓ ઈન્સ્પેકટરના એસોસીએશનના સભ્યોએ નામ નહી આપવાની શરતે કહયું કે,

અમદાવાદના પાંચ ઈન્સ્પેકટરોને પણ નોટીસ મળતા ઈન્સ્પેકટર એસોસીએશનના પ્રમુખ સમક્ષ નારાજગી વ્યકત કરી છે. આ અંગે પ્રમુખ ડી.બી.વણકરે કહયું કે, ઈન્સ્પેકટરોની રજુઆત મળી ેછ. હવે નોટીસનો અભ્યાસ કરીને એસોસીએશનના સભ્યો સાથે મળીને કમીશ્નર સમક્ષ રજુઆત કરાશે. આ અંગે વાહનવ્યવહાર કમીશ્નરના ટેલીફોનિક સંપર્ક કરતા થઈ શકયો નહતો.

આરટીઓ ઈન્સ્પેકટર એસોસીએશનના સભ્યોના જણાવ્યા અનુસાર ભાવનગરના તત્કાલીન એઆરટીઓ અને એક ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે થયેલા વિવાદમાં રાજયની ઘણી આરટીઓના ઈન્સ્પેકટરોને નોટીસ આપવામાં આવી છે.
તત્કાલીન એઆરટીઓએ વાહનવ્યવહાર વિભાગમાં રજુઆત કરી હતી.

ચોકકસ ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનોની પુરતી ચકાસણી થતી નથી, જેથી આ વાહનો જે આરટીઓ વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે તેની ચકાસણી કરનાર આરટીઓ ઈન્સ્પેકટરને નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેના લીધે ઈન્સ્પેકટરોમાં ભારે નારાજી પ્રવર્તી રહી છે.

કેટલાક ઈન્સ્પેકટરોએ મળીને એસોસીએશનના પ્રમુખ સમક્ષ લેખીત રજુઆત કરી છે. ઈન્સ્પેકટરોએ કહયું કે, વાહન ચકાસણીમાં અમારી મોટાભાગે ભુલ રહેતી નથી. આ નોટીસમાત્ર એક ટ્રાન્સપોર્ટ કંપનીને ધ્યાનમાં રાખીને અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.