Western Times News

Gujarati News

અભિનેત્રી અમૃતા રાવે દીકરાનો બર્થ ડે ઉજવ્યો

મુંબઈ, અમૃતા રાવ અને આરજે અનમોલનો દીકરો વીર એક વર્ષનો થઈ ગયો છે. પહેલી નવેમ્બરે વીરનો બર્થ ડે હતો અને કપલે તે સેલિબ્રેટ પણ કર્યો હતો. જેની ઝલક આરજે અનમોલે તેના ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી છે. સાથે તેણે ઉલ્લેખ કર્યો છે કે, વીરના બર્થ ડે સેલિબ્રેશનમાં પરિવારના સભ્યો સિવાય કોઈ અન્ય વ્યક્તિને આમંત્રિત કરાઈ નહોતી અને આવુ કેમ તેના કારણનો પણ ખુલાસો કર્યો છે.

આરજે અનમોલે ટિ્‌વટર પર બર્થ ડે પર ઘરમાં કરવામાં આવેલા ડેકોરેશનની ત્રણ તસવીર શેર કરી છે. અનિમલ થીમ પર વીરનો બર્થ ડે મનાવવામાં આવ્યો હતો. પહેલી તસવીર કેકની છે જેના પર રેઈનબો લગાવેલો છે અને ઉપર ૧ લખ્યું છે. બીજી તસવીરમાં દિવાલ પર કલરફુલ ફુગ્ગા છે અને ગોલ્ડન કલરના ફુગ્ગાથી અંગ્રેજીમાં વીરનું નામ લખવામાં આવ્યું છે.

આ સિવાય દિવાલના એક ખૂણામાં વાનર, સિંહ અને વાઘના શેપના પણ ક્યૂટ બલૂન્સ છે. તસવીરોની સાથે અનમોલે લખ્યું છે એનિમલ થીમ પર વીરનો બર્થ ડે મનાવવામાં આવ્યો હતો. અમે પરિવારના સભ્યો સિવાય કોઈને આમંત્રણ આપી શક્યા નહોતા કારણ કે વીરની મમ્મીએ અમારી પીડિયાટ્રિશિયન ગાઈડલાઈન્સ પ્રમાણે રસી લીધી નથી. અમને તમારા આશીર્વાદ જાેઈએ છે.

વીરના બર્થ ડે પર અમૃતા રાવે ફેમિલી તસવીર શેર કરી હતી. જેમાં અનમોલ વીરને ઉંચકીને તેને હસાવતો જાેવા મળ્યો હતો. ત્રણેયે વ્હાઈટ કપડામાં ટિ્‌વનિંગ કર્યું હતું. આ સાથે એક્ટ્રેસે લખ્યું હતું ‘વીર એક વર્ષનો થયો અને તેથી માતા-પિતા તરીકે અમે પણ.

જન્મદિવસની અમને શુભકામના. અમને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. વીરની આ પહેલી દિવાળી છે, ત્યારે તેણે શું પ્લાન બનાવ્યો છે તેના વિશે હાલમાં અમૃતા રાવે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું ‘પહેલી દિવાળી ખાસ હોય છે. હું વીરને મંદિર લઈ જઈશ, કારણ કે મને દિવાળીની શરૂઆત આ જ રીતે કરવી ગમે છે. વીરની માસી તેના માટે સૂટ લઈને આવી છે. આ સિવાય પરિવારના સભ્યો સાથે મળીને ફૂડ, મ્યૂઝિક અને ડાન્સિંગની મજા માણીશું’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.