Western Times News

Gujarati News

અનુષ્કા દીકરી વામિકાને મળેલી ધમકીથી ગુસ્સામાં છે

મુંબઈ, પુત્રી વામિકાને લઇને મળેલી ધમકીઓથી અનુષ્કા શર્મા બહુ ગુસ્સામાં અને દુખી છે. ટીમ ઇન્ડિયા સતત બે મેચ હારી છે જેમાં પહેલી મેચ પાકિસ્તાન સામે અને બીજી ન્યુઝીલેન્ડ સામે હારી છે. ટીમ ઇન્ડિયાની હાર પછી ઘણીવાર કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ટ્રોલ કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે લોકોએ હદો વટાવતાં અનુષ્કા અને વિરાટની પુત્રી વામિકાને ટારગેટ કરી છે.

જેના લીધે અનુષ્કા શર્મા ખૂબ જ દુખી થઇ છે. આ અંગેનો ખુલાસો એમના એક નજીકના વ્યક્તિએ કર્યો હતો. હાલમાં ટી૨૦ વર્લ્‌ડ કપમાં પાકિસ્તાન સામે ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેના લીધે ગુસ્સે ભરાયેલા ક્રિકેટ પ્રેમીઓએ ટીમ ઇન્ડિયાના ખેલાડી મોહમ્મહ શામીને ટ્રોલ કર્યો હતો.

આ દરમિયાન વિરાટ કોહલી શામીના સપોર્ટમાં આવ્યો હતો. એ પછી વિરાટ કોહલીને પણ સોશિયલ મીડિયા પર લોકોએ નિશાનો બનાવ્યો હતો. આ દરમિયાન બીજી મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેના પરિણામે એ બીજી મેચ પણ હારી ગઇ.

ટીમ ઇન્ડિયાની સતત બીજી હારને બહાનું બનાવીને ટ્રોલર્સે આ વખતે વિરાટ અને અનુષ્કાની સાથે-સાથે એમની પુત્રી વામિકાને પણ નિશાનો બનાવી હતી. જેના લીધે અનુષ્કા દુખી થઇ હતી. આ વિશે જણાવતાં અનુષ્કાના એક અંગત વ્યક્તિએ કહ્યું કે, એક સેલિબ્રિટી હોવાને લીધે અનુષ્કા નેગેટિવિટી અને ટ્રોલિંગને હેન્ડલ કરવાની સાથે જ મોટી થઇ છે.

એ મજબૂત મહિલા છે જે પોતાના પર આ પ્રકારની વાતોની અસર થવા નથી દેતી, પરંતુ આ વખતે લોકોએ હદ વટાવી છે અને નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે. અનુષ્કા અને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર હમેશાં એક્ટિવ રહે છે અને તેઓ જાણે છે કે ઇન્ટરનેટ પર એમની પુત્રી વામિકા માટે કેવી વાતો લખવામાં આવી રહી છે. વામિકા માટે લખાયેલી ટિપ્પણીઓથી અનુષ્કા શર્મા દુખી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.