Western Times News

Gujarati News

ભારતની સેમિફાઈનલની આશા પર પાણી ફરી વળ્યું

દુબઈ, ભારતને ટી-૨૦ વર્લ્‌ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશવા માટે રવિવારે રમાયેલી ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર મોટો આધાર હતો. જાે અફઘાનિસ્તાન આ મેચ જીતી જાત તો ભારત માટે સેમિફાઈનલમાં પ્રવેશવાનો રસ્તો સરળ થઈ જાત. પરંતુ એવું થયું નથી.

ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવી દીધું. આમ, ભારતની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ જીતની સાથે ન્યૂઝીલેન્ડ ૮ પોઈન્ટ સાથે સીધું સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. એ સાથે જ ટી-૨૦ વર્લ્‌ડ કપની સેમિફાઈનલ માટે ચારેય ટીમોનું નામ નક્કી થઈ ગયું છે.

ગ્રુપ-૧માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ક્વોલિફાઈ કર્યું છે, જ્યારે ગ્રુપ-૨માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યા છે. ભારતીય ટીમને પોતાની શરૂઆતની બે મેચોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે હાર મળી હતી. તે પછી તેણે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામે મોટી જીત મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશની આશા જીવંત રાખી હતી.

પરંતુ હવે તેની નામિબિયા સામેની મેચ માત્ર ઔપચારિકતા જ રહી ગઈ છે. હકીકતમાં, ભારતને સેમિફાઈનલમાં પહોંચવા માટે જરૂરી હતું કે, અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે. એવામાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના ૬-૬ પોઈન્ટ હોત. ભારતે પોતાની છેલ્લી લીગ મેચમાં નામિબિયાનની સામે જીત મેળવી રનરેટની દ્રષ્ટિએ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી શક્યું હતું, પરંતુ અહીં ન્યૂઝીલેન્ડે મેચ જીતવા માટે ૮ પોઈન્ટની સાથે સીધી સેમિફાઈનલમાં પહોંચી ગયું છે.

રવિવારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જાેકે, અફઘાનિસ્તાન પહેલા ટોસ જીતવાનો ફાયદો મેળવી શક્યું ન હતું. અફઘાનિસ્તાન ૨૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૧૨૪ રન જ બનાવી શક્યું હતું.

અફઘાનિસ્તાન તરફથી નજીબુલ્લાહ જારદાને ૪૮ દડામાં શાનદાર ૭૩ રન ફટકાર્યા હતા, જેના કારણે ટીમનો સ્કોર ૧૨૪ રન સુધી પહોંચ્યો હતો. તેના સિવાય અફઘાનિસ્તાનનો કોઈ ખેલાડી મોટો સ્કોર કરી શક્યો ન હતો. હઝરતુલ્લાહ ઝેઝઈ ૨ રન, મોહમ્મદ શહજાદ ૪ રન, રહમનુલ્લાહ ગર્બઝ ૬ રન, ગુલબદ્દીન નેબ ૧૫ રન, મોહમ્મદ નબી ૧૪ રન, કરિમ જનત ૨ રન અને રાશિદ ખાન ૩ રન બનાવી શક્યા હતા.

જ્યારે મુજીબ ઉર રહમાન શૂન્ય રને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાને જીત માટે આપેલા ૧૨૫ રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે ૧૮.૧ ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે પાર કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે ૨૮ રન, ડેરેલ મિશેલે ૧૭ રન બનાવ્યા હતા. જ્યારે કેન વિલિયમ્સન ૪૦ રન અને ડેવોન કોન્વે ૩૬ રન બનાવી અણનમ રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.