Western Times News

Gujarati News

શાહરૂખની મેનેજર પૂજાને મુંબઈ પોલીસનું સમન્સ

મુંબઈ, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને મુંબઈ પોલીસે સમન્સ મોકલ્યું છે. મુંબઈ પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે, પૂજા દદલાનીને ચાલી રહેલા ડ્રગ્સ કેસ સાથે જાેડાયેલા ખંડણીની તપાસમાં સમન મોકલ્યું છે. તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમ દ્વારા પણ સમન પાઠવવામાં આવે તેવી શક્યતા છે.

પૂજા દદલાનીએ તેની તબિયત સારી ન હોવાનું કહીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) પાસેથી વધુ સમય માગ્યો છે. પોલીસે પૂજાને શનિવારે પૂછપરછ માટે બોલાવી હતી. પૂજા દદલાનીએ કેપી ગોસાવી અને સામ ડિસૂઝા સાથે લોઅર પરેલમાં મુલાકાત કરી હોવાના સીસીટીવી પુરાવા મુંબઈ પોલીસની એસઆઈટી ટીમને હાથ લાગ્યા બાદ પૂજા દદલાનીનુ નામ તપાસમાં સામે આવ્યું હતું.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડ્રગ્સ કેસ કે જેમાં શાહરૂખ ખાનના દીકરો આર્યન ખાન સામેલ હતો, તેમાં ખંડણી લીધી હોવાના આરોપોની તપાસ કરી રહેલી ટીમ હવે ગોસાવી સામે કેસ કરે તેવી શક્યતા છે આ સિવાય પૂજા દદલાનીને પણ નિવેદન નોંધાવવા માટે બોલાવશે.

ગયા અઠવાડિયે, સામ ડિસૂઝાએ પોતાના આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જામીન અરજીમાં, તેણે દાવો કર્યો હતો કે ગોસાવીએ આર્યન ખાનને મુક્ત કરાવવા માટે શાહરૂખની મેનેજર પાસેથી ૫૦ લાખ રૂપિયા લીધા હતા અને એનસીબીએ કેસમાં ૨૩ વર્ષના આર્યનની ધરપકડ કરી તે બાદ રકમ પરત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨થી પૂજા દદલાની શાહરૂખ ખાનની મેનેજર છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં દરેક સુનાવણીમાં તે કોર્ટમાં હાજર રહી હતી.

જ્યારે આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ હતો ત્યારે પૂજા વકીલ સાથે કોર્ટની સુનાવણી માટે જતી પણ જાેવા મળી હતી. આ સિવાય જામીન મળ્યા બાદ જ્યારે શાહરૂખ ખાને વકીલોની ટીમ સાથે મુલાકાત કરી હતી ત્યારે પૂજા તેની સાથે રહી હતી. આટલા વર્ષ માટે શાહરૂખ માટે કામ કરી રહી હોવાથી તેના પરિવાર સાથે પણ પૂજા દદલાનીનો સારો ઘરોબો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.