Western Times News

Latest News from Gujarat

“નોંધારાનો આધાર” પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને વેબ પોર્ટલનું થનારૂં લોન્ચીંગ

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠક

(માહિતી) રાજપીપલા, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૧૧ મી નવેમ્બર,૨૦૨૧ ને ગુરૂવારના રોજ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં આ પ્રોજેક્ટનો લોગો,

વેબસાઇટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું મુખ્યમંત્રીશ્રી પટેલ લોન્ચીંગ કરશે. સમગ્ર ભારત/રાજ્યનો કોઇપણ જિલ્લો ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આ વેબસાઇટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. તદ્‌ઉપરાંત અંદાજે રૂા.૯૫/- લાખના ખર્ચે લોકભાગીદારીથી PPP ધોરણે તૈયાર થયેલ આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, પ્રોજેક્ટ કાર્યાલય અને સખી મંડળ સંચાલિત જિલ્લા સેવા સદન ખાતેના કેન્ટીનની તક્તીનુ અનાવરણ કરીને તેનું લોકાર્પણ કરાશે.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, “ નોંધારાનો આધાર ” પ્રોજેક્ટ સાથે સંકળાયેલ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ,

શ્રી કમલેશભાઇ પટેલ, રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખશ્રી તેજસભાઇ ગાંધી, શ્રી ગુંજનભાઇ મલાવીયા, શ્રી તુષારભાઇ શાહ સહિતના અન્ય આગેવાનો ઉપરાંત “ટીમ નર્મદા” ના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના રાજપીપલા ખાતેના ઉક્ત કાર્યક્રમના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં ઉક્ત જાણકારી આપવાની સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી  અને સંબંધિતોને જિલ્લા કલેક્ટરશ્રી તરફથી જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

રાજપીપલામાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા ઉક્ત કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમ સ્થળે પ્રોજેક્ટના બુથની પણ મુખ્યમંત્રીશ્રી પટેલ મુલાકાત લેશે. અને આ બુથમાં સદરહું પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા સર્વે ફોર્મ, ચેકલીસ્ટ, વિવિધ પ્રકારના ૧૬ રજીસ્ટરો, વિવિધ રિપોર્ટ, /

માર્ગદર્શિકા પુસ્તિકા, ભોજન ડિલીવરી માટેનો ભોજન રથ સહિત સમગ્રતયા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરીની કાર્યપધ્ધતિનું પણ તેઓશ્રી નિરીક્ષણ કરશે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાનારા ઉક્ત કાર્યક્રમમાં ૩ થી ૬ વર્ષના નોંધારા બાળકને આંગણવાડીમાં અને ૬ થી વધુ વર્ષના નોંધારા બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ, લાભાર્થીઓને  વેક્સીનનો બીજાે ડોઝ, ૪૩ જેટલી આવશ્યક ચીજવસ્તુઓ સાથેની કિટ્‌સ, વુલન સ્વેટર / ટોપી, પોષણ આહાર કિટ્‌સ, આવક-જાતિનો દાખલો,

રેશનકાર્ડ, જનધન ખાતા અન્વયે બેન્ક પાસબુક તથા ગંગા સ્વરૂપા(વિધવા) પેન્શન અને વૃધ્ધ સહાય મંજૂરી હુકમ, દિવ્યાંગ લાભાર્થીને બસપાસ અને સ્વરોજગારલક્ષી કિટ્‌સ મંજૂરી હુકમ, આયુષ્યમાન કાર્ડ, સ્વરોજગારલક્ષી કિટ્‌સ તથા આવાસ યોજનાના પ્રથમ હપ્તાના મંજૂરી હુકમ / ચેક વગેરે જેવા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર દ્ગય્ર્ં ના સ્વયંસેવક, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, દાતાઓ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી / કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે(ટોકનરૂપે) પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers