Western Times News

Gujarati News

દિવાળીના વેકેશનમાં યાત્રાધામ પાવાગઢ ખાતે દોઢ લાખ જેટલા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલા શક્તિપીઠ પાવાગઢ ખાતે મા મહાકાલીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.પાછલા દોઢ વર્ષથી કોરોના મહામારી બાદ કેસો ઓછા થતા ધાર્મિક સ્થળોએ હરવા ફરવાની છુટછાટ મળી છે.

હાલમાં દિવાળી વેકેશનને લઈને ટુરિસ્ટ સ્થળોએ પણ જાણે કીડીયારૂ ઉભરાયુ છે.પાવાગઢ તળેટીમા આવેલા પાર્કિગ પણ ફૂલ થઈ ગયા હતા.તળેટીથી છેક નીજ મંદિર સૂધી લોકોએ ચાલીને નીજ મંદિર સુધી દર્શન કર્યા હતા.દર્શન કરતી વખતે ભીડમાં વિખૂટા પડી ગયેલા ૨૦ જેટલા બાળકો શોધીને તેમના માતાપિતા સાથે સુખદ મિલન કરાવ્યુ હતુ.

કોરોના મહામારીના કપરા કાળને ભુલી હવે લોકો દિવાળી વેકેશનને મનાવવા માટે ફુલ મુડમા જાેવા મળી રહ્યા છે.હાલ સરકારી ઓફીસોમાં પણ મીની વેકેશન છે.હાલોલ તાલુકાના પાવાગઢ શક્તિપીઠ ખાતે આવેલા મહાકાલી માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા.

શનિવાર અને રવિવારે બે દિવસે મળીને અંદાજીત દોઢ લાખથી વધુ લોકોએ મહાકાલી માતાના દર્શનનો લાભ લીધો હતો.એક તરફ ભારે ભીડ હોવાને કારણે માંચીથી નીજ મંદિર સુધી લોકોએ દર્શન કરવા કલાકો સુધી લાઈનમા ઉભુ રહેવુ પડ્યુ હતું.પાવાગઢ તળેટીથી લોકો ચાલતા માંચી તેમજ ત્યાથી નીજ મંદિર સુધી દર્શનાથે પહોચ્યા હતા.

પાવાગઢની તળેટી અને ચાંપાનેર ખાતે આવેલા ખાનગી વાહનોના પાર્કિંગ સ્થાનો ફુલ થઇ ગયા હતા. પાવાગઢ તરફ જતા તમામ ખાનગી વાહનો પાવાગઢ રોડ પર આવેલ રિન્કી ચોકડી ત્રણ રસ્તા ખાતેથી ડાયવર્ટ કરી વડાતળાવ ખાતે બનાવેલા પાર્કિંગ સુધી ખસેડ્યા હતા.

જ્યારે નવાપુરા ખાતે આવેલા ચોકડી તરફથી પાવાગઢમાં આવતા વાહનોને પણ રોકવાની ફરજ પડી હતી. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ સ્ટાફ,હોમગાર્ડસ, સહિત ખડેપગે રહી બંદોબસ્ત રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી હતી.

પોલીસે પાવાગઢ દર્શનને આવેલા પરિવારનો વિખૂટા પડી ગયેલા ૨૦ જેટલા બાળકોને તેમના માતાપિતા સુધી અને વૃધ્ધને તેમના પરિવારજન સુધી પહોચાડીને માનવતાભરી સેવા બજાવી હતી.પાવાગઢ શક્તિપીઠ ખાતે ગુજરાત,ઉપરાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રના લોકો ઉમટી પડ્યા હતા.અને માતાજીની દર્શન કરી ધન્યતા અનુવભી હતી.વેકેશન હોવાથી હજી આવનારા દિવસોમાં પણ વધુ સંખ્યામાં લોકો પાવાગઢ દર્શનાર્થે ઉમટી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.