Western Times News

Gujarati News

પાછલા વર્ષોની સરખામણીમાં દિવાળીમાં AMTSની આવક અડધી થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, દિવાળીના તહેવારો દરમ્યાન ગુજરાત વાહન વ્યવહાર નિગમની તિજાેરી છલકાઈ રહી છે. જયારે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસની આવક અને પેસેન્જરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પર્વ દરમ્યાન નોકરી-ધંધા બંધ તેમજ નાગરીકો બહારગામ ફરવા ગયા હોવાના કારણોસર પણ ટ્રાન્સપોર્ટ સર્વિસની આવક ઘટી હોવાનું માનવામાં આવી રહયું છે.

જાેકે ર૦૧૮ અને ર૦૧૯ની સરખામણીએ એએમટીએસની આવક અને પેસેન્જરની સંખ્યા અડધી થઈ ગઈ છે. કોરોના કાળથી લગભગ મુક્ત થયા બાદ શહેરમાં પ્રથમ વખત કોઈ તહેવારની ઉજવણી ધુમધામપૂર્વક થઈ છે. રાજય સરકાર તરફથી લેવામાં આવેલા તકેદારીના પગલાના કારણે નાગરીકોએ ઉત્સાહભેર દિવાળી પર્વની ઉજવણી કરી છે

જેનો લાભ નાના-મોટા વેપારીઓને પણ થયો છે પરંતુ શહેરની જાહેર પરિવહન સેવા એએમટીએસની આવક તહેવારોમાં ઘટી છે. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના સુત્રોએ જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા ધનતેરસના દિવસે પ૭૩ બસો રોડ પર મુકવામાં આવી છે.

જેનો ર.૩ર લાખ નાગરીકોએ લાભ લીધો હતો જેની સામે તંત્રને રૂા.૧૩.૪૭ લાખની આવક થઈ હતી. ર૦૧૮ની સાલમાં ધનતેરસના દિવસે રૂા.ર૧.૪૭ લાખ, ર૦૧૯માં રૂા.રર.૧૧ લાખ તથા ર૦ર૦માં રૂા.૧૦.ર૭ લાખની આવક થઈ હતી. ર૦ર૦માં કોરોનાકાળ હોવા છતાં તંત્ર દ્વારા ધનતેરસના દિવસે ૬૪ર બસો રોડ પર મુકવામાં આવી હતી.

જાેકે ર૦૧૮ અને ર૦૧૯માં ધનતેરસના દિવસે ઓન રોડ બસ અને પેસેન્જરની સંખ્યા ઘણી વધારે હતી ચાલુ વરસે કાળી ચૌદશના દિવસે પ૭૩, દિવાળીના દિવસે પર૧ નવા વર્ષના દિવસે ૪૯૯ તથા ભાઈબીજના દિવસે પ૦૯ બસો જ દોડાવવામાં આવી હતી

જેમાં અનુક્રમે રૂા.૧ર.૬૪ લાખ, રૂા.૯.પ૬ લાખ, રૂા.૮.ર૯ લાખ તથા રૂા.૯.૭૯ લાખની આવક સંસ્થાને થઈ છે. સંસ્થા દ્વારા ર૦૧૮થી ર૦ર૧ સુધી સૌથી ઓછી બસો ર૦ર૧માં રોડ પર મુકવામાં આવી હતી જેની અસર પણ આવક પર થઈ હોવાનું માનવામાં આવી રહયું છે. જાેકે, દિવાળીના પર્વ દરમ્યાન શહેરીજનો મોટી સંખ્યામાં બહારગામ ગયા હોવાના કારણે પણ એએમટીએસની આવકમાં ઘટાડો થયો હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.