Western Times News

Gujarati News

કચ્છ બાદ દેવભૂમિ દ્વારકામાંથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયું

પ્રતિકાત્મક

અમદાવાદ, ડ્રગ્સના વેચાણમાં હવે ગુજરાત પંજાબ જેવુ બની રહ્યું છે. એક સમયે પંજાબથી આખા દેશમાં ડ્રગ્સ પહોંચાડાતુ હતુ. હવે ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બન્યો છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. મુન્દ્રામાં કરોડોના ડ્રગ્સ બાદ પકડાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.

દેવભૂમિ દ્રારકામાથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ છે. દરિયાઈ માર્ગેથી આવતો ૬૬ કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. આંતરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે ૩૫૦ કરોડની કિંમતનું ડ્રગ્સ છે. ગુજરાતના યુવાનોને ફરી એકવાર ડ્રગ્સના રવાડે ચડાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે.

દેવભૂમિ દ્વારકામાં ૬૬ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગે દ્વારકામાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો ૬૬ કિલો છે. જેમાં ૧૬ કિલો હેરોઈન છે જ્યારે ૫૦ કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે.

આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય. તાજેતરમાં મુંદ્રામાંથી ૩ હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને હવે દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુજરાતના દરિયાઈ માર્ગને વારંવાર ડ્રગ્સ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે. દ્વારકામાં એમ.ડી. ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના એક શખ્સ પાસેથી આ એમડી ડ્રગ્સ મળ્યુ છે. તો બીજી તરફ, આજે સુરતમાં પણ ૫.૮૫ લાખનું સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પ્રવીણ બીસનોઈ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરતના પુણા પાસેની નિયોલ ચોકડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.