Western Times News

Gujarati News

ભરતપુરના સાંસદ રંજીતા કોલી ઉપર હુમલા થયો

ભરતપુર, ભાજપની ભરતપુર સાંસદ રંજીત કોલી પર એક વખત ફરીથી ગુંડાતત્વોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ સાંસદ રંજીત કોલીનાં ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હુમલાની આ ઘટના બાદ એમપી રંજીતા કોલીની તબિયત લથડી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

હુમલાખોરોએ સાંસદનાં ઘરની બહાર તેની ફોટો લગાવી તેનાં પર ક્રોસનું નિશાન લગાવ્યું છે. આ સાથે જ તેને જીવથી મારી નાંખવાની ધમકી આપતાં પોસ્ટર પણ ચોટાડ્યાં છે. હુમલા બાદ ઘટના સ્થળેથી પોલીસને ત્રણ ખાલી કારતૂસ મળી છે.

હુમલાખોરોનાં હજુ સુધી કોઇ પુરાવા મળ્યાં નથી. માહિતી પ્રમાણે, સાંસદ રંજીતા કોલી પર હુમલાની ઘટના મંગળવારે રાત્રે આશરે ૧૧.૪૫ વાગ્યે બયાના સ્થિત નિવાસસ્થાન પર થઇ છે.

આ હુમલાખોરોએ તેનાં ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે જે બાદ તેમનાં ગેટની બહાર તેની તસવીર લગાવી તેનાં પર ક્રોસનું નિશાન લગાવ્યું છે. આ ફોટોની સાથે જ હુમલાખોરોએ સાંસદને જીવથી મારી નાંખવાની ધમકી આપતો પત્ર ચોંટાડ્યો છે.

હુમલાની ઘટનાને કારણે રંજીતા કોલીની તબીયત ખરાબ થઇ ગઇ છે. અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમનું ઇલાજ ચાલુ છે. રંજીતા કોલીનાં ઘર પર ચોંટાડવામાં આવેલાં ધમકી ભરેલાં પત્રમાં હુમલાખોરોને અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરતાં લખે છે કે, આ તો માત્ર ટ્રેલર છે. બીજી વખત ગોળી અંદર હશે.

હુમલાખોરોને સાંસદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, બચવા માટે જેટલું જાેર લગાવવું હોય લગાવી લે. કોઇ બચાવી નહીં શકે. હુમલાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રંજીતા કોલી પહેલી વખત ભરતપુરની સાંસદ બની છે. તેનો સંબંધ ભરતપુરનાં રાજનીતિક પરિવારથી છે. રંજીતાનાં સસરા ગંગારામ કોલી બે વખત ભરતપુરનાં સાંસદ રહી ચુક્યાં છે.

રંજીતા પર આશરે પાંચ મહિના પહેલાં પણ જીવલેણ હુમલો થયો હતો. તે સમયે સાંસદ હોસ્પિટલનું નિરીક્ષણ કરી પરત ફરી હતી. તે દરમિયાન તેનાં પર હુમલો થયો હતો. મંગલવારનાં પણ તે ભરતપુરથી લોકોની વ્યથા સાંભળીને પરત આવી ત્યારે હુમલો થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.