Western Times News

Gujarati News

સુરતમાં એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ, લાખોની કિંમતનો માલ જપ્ત

Files photo

સુરત, અત્યારના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધુ જતું હોય તેમ છાસવારે ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાતા હોય છે ત્યારેવધુ એકવાર સુરતથી એક યુવકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. સ્ડ્ઢ ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો છે.

પોલીસેઆરોપી પાસેથી ૫૮.૫૩૦ ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું. જેની કિમત લાખોમાં અંકાઇ રહી છે. ઝાલોરના પ્રવિણ વાના નામના શખ્સ પાસે ડ્રગ્સનો જથ્થો સરથાણાના જૈમીન સવાણીએ મંગાવ્યો હતો. જેથી પોલીસે પોલીસે જૈમીન સવાણી સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવીદઈએ કે આ પહેલા અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સંદત નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનને નશીલા પદાર્થોને અટકાવવા માટે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇસ્પેન્ટર જી.એમ.પાવરાની જરૂરી સુચના તથા માર્ગદર્શનના આધારે આ.પો.કો. મુકેશદાન ફતેંસગ ગઢવી નાઓએ ખાનગી રાહે અને આધારભૂત બાતમી હકીકત મળી હતી કે મોહંમદ એજાજ મોહંમદજુબેર વોરા અને શાહનવાજ અબ્દુલસમદ ગાંગી બંને બાઈક ઉપર માદક દ્રવ્યો રાખીને વેચાણ કરે છે.

રાત્રીના બે વાગ્યાથી વેહીલ સવાર પાંચ વાગ્યાના સમય દરમિયાન જવાની બાતમી મળી હતી. જેના પગલે પોલીસની ટીમે તેલાવ ગામ નજીક નર્મદા કેનાલના પુલીયાની લાઈટના અજવાળે વોચમાં હાજર હતી.

આ દરમિયાન રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં બાઈક ઉપર બે યુવકો નીકળ્યા હતા. જેમને બાજુમાં ઊભા રાખીને નામ ઠામ પૂછ્યા હતા. અને બંનેની તપાસ કરતા તેમની પાસેથી મેથામ્પેન્ટામાઈન એમ.ડી ડ્રગ્સ મળ્યું હતું.જેના પગલે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ ૧.૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.