Western Times News

Gujarati News

ઉપવાસ કરવાથી થાય છે આટલા ફાયદા, વાંચો

કેટલીક જટિલ બિમારી પણ દુર થાય છે; ખરાબ કોશિકાને શરીર ખતમ કરે છેઃ

૧૦થી ૧ર કલાક ઉપવાસ રાખવામાં આવે તો શરીરના આંતરિક અંગોને આરામ મળે છે

ઉપવાસ વયને વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. કઈ રીતે ભુમિકા અદા કરે છે તેને લઈને હાલમાં જ જર્મનીમાં એક અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા છે. અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે ઉપવાસથી વય લાંબી થાય છે. કેટલીક બિમારીમાં પણ ફાયદાકારક રહે છે.

આ અભ્યાસની કામગીરી ઉંદર પર કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. આમાં ઉંદરોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. એક ગ્રુપના ઉંદરોને એક નકકી કરવામાં આવેલી અવધિ સુધી ઉપવાસની જેમ રાખવામાં આવ્યા હતા. તેમની વય પાંચ વર્ષ સુધી વધી ગઈ હતી.

આ પહેલા વર્ષ ર૦૧૬માં પણ જાપાની વૈજ્ઞાનિકો દ્વારા આવા જ તારણ જારી કરવામાં આવ્યા હતા. જેના કારણે જાપાની વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીને નોબેલ પુરસ્કાર માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. શોધમાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે કે જે લોકો ઓછા પ્રમાણમાં જમે છે તેમના શરીર વધારે લાંબા સયમ સુધી ફિટ રહે છે જયારે વધારે પ્રમાણમાં જમનાર લોકોના શરીર પહેલાથી જ લથડી પડે છે.

૧ર કલાક સુધી કોઈ જ ચીજ ન ખાનાર લોકોના શરીરમાં ઓટોફાગી સફાઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેના કારણે શરીર ખરાબ કોશિકાઓને ખતમ કરવા લાગી જાય છે. તેના સ્થાન પર શરીર નવી કોશિકાનું નિર્માણ શરૂ કરી નાખે છે. શરૂઆતમાં શરીર ઉપવાસના કારણે પરેશાન થાય છે પરંતુ મોડેથી તેને ભુખ્યા પેટ રહેવાની ટેવ પડી જાય છે. ખોટી ખાવા પીવાની ટેવ અને ખરાબ જીવનશૈલીના કારણે સ્થુળતા ઝડપથી વધે છે.

સ્થુળતાના કારણે મેટાબોલિક સિન્ડ્રોમ થાય છે. જેના કારણે ફેટી લિવર, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈપર ટેન્શન માઈક્રો વેસ્કુલર સંબંધિત બિમારી થાય છે. જીવનશૈલીમાં ફેરફાર અને સ્થુળતાને દુર કરીને આ તમામ બિમારીથી બચી શકાય છે. નિયમિત લાઈફસ્ટાઈલ ખુબ જરૂરી છે. રાત્રી ગાળામાં સમયસર ઉંઘી જવાની બાબત ઉપયોગી બની છે.

સવારમં ઉઠી ગયા બાદ બે કલાકની અંદર નાસ્તો કરવામાં આવે તે જરૂરી છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ૧૦થી ૧ર કલાકના ઉપવાસ વેળા શરીરમાં એન્ટીઓકસીડન્ટ રિલિઝ થાય છે. શરીરના આંતરિક અંગોને આરામ મળે છે. એવા લોકો જેમને કોઈને કોઈ શારીરિક સમસ્યા છે તે લોકો તબીબોની સલાહ વગર ઉપવાસ ન કરે તે જરૂરી છે

સપ્તાહમાં એક દિવસ ઉપવાસ જરૂરી છે. જેના કારણે શરીર તેજી સાથે કોશીકાનું નિર્માણ કરે છે. ઉપવાસ દરમિયાન સવારમાં હળવા પ્રમાણમાં ફળાહાર લેવામાં આવે તે જરૂરી છે. આના કારણે શરીર ઝડપથી કોશિકાનું નિર્માણ કરે છે. મોડી સાંજે હળવી ચીજાેનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. દિવસ દરમિયાન પાણી પી શકાય છે.

આના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. શરીર દોષ, ધાતુ અને મળથી બનેલ છે. તેના સમાન પ્રમાણ જરૂરી છે. પાચન વગર બીજી વખત જમવામાં આવ ેતો શરીરમાં જુસેજ ગ્લુકોઝ, એમિનોએસિડ યોગ્ય રીતે ન બનવાના કારણે શરીરને નુકસાન થાય છે. આના કારણે શરીર ઝેરી તત્વોની જેમ કામ કરે છે.

ઉપવાસની આરોગ્ય ઉપર સારી અસર થાય છે કે ખરાબ તેને લઈને વિશ્વભરના લોકોમાં સતત ચર્ચા ચાલતી રહે છે. આ પ્રશ્નનો નકકર જવાબ હજુ મળી રહ્યો નથી. હવે આનો જવાબ નવા અભ્યાસમાં મળી ગયો છે. લંડનમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસની આરોગ્ય પર સારી અસર થાય છે. સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસ કરવાથી લાંબા સમય સુધી જીવી શકાય છે.

એજિગ અંગે નેશનલ ઈન્સ્ટીટયુટ ખાતે સંશોધકોએ શોધી કાઢયું છે કે સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસ લાંબા આયુષ્ય માટે ચાવીરૂપ છે. કારણ કે આનાથી અલઝેમેરના પાર્કિન્સન અને અન્ય ડિજનરેટિવ બ્રેઈન સ્થિતીથી બચી શકાય છે. બ્રેઈનમાં કેમિકલ મેસેન્જરને પ્રોત્સાહન એ વખતે મળે છે જયારે કેલોરી હિસ્સો નિયંત્રિત થઈ જાય છે.

લાંબા સમયથી એમ માનવામાં આવે છે કે ઉંદર અને સસલા પર પ્રયોગ સફળ સાબિત થયા છે. સંશોધકોનો દાવો છે કે માનવી પર પણ એવી જ અસર થઈ શકે છે. પરંતુ થિયોરી ટેસ્ટ કરવા માટે મુશ્કેલ અને પડકારરૂપ છે. હવે સંશોધકો ઉપવાસની હકારાત્મક અસરને જાણવામાં સફળ રહ્યા છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી ટેલિગ્રાફે કહ્યું છે કે કેલોરીના હિસ્સાને ઘટાડીને બ્રેઈનને મજબુત રાખવામાં મદદ મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.