Western Times News

Gujarati News

પ્રેમ લગ્નમાં સફળતાની ચાવી…. સંમતિ

प्रतिकात्मक

પૂર્વભવના સંબંધોની લેણાદેણી બાકી રહેતા નર અને નારીને કોઈક ક્ષણે અરસપરસ માટે લાગણીનો ઉભરો આવવાથી અથવા આ ભવમાં એકબીજાને જાેઈને વિજાતિય આકર્ષણ વધતાં અથવા એકબીજાનાં રૂપ કે ગુણોથી અંજાઈને અથવા જાતિયતામાં આવેગ આવતાં જીવનભરનો સાથ ઇચ્છતા સંસાર ભોગવવા પ્રેમલગ્નનાં મંડાણ થાય છે.

પ્રેમ રૂપી કિરણો પ્રકાશતા લાગણીનો ધોધ વહેતા સ્નેહ રૂપી વહેણમાં તરતા તરતા ભવોભવનો સાથ ઈચ્છતા તે યુગલ સ્વર્ગમાં રાચતા હોય તેવું તેઓને દીસે છે.

દુનિયાની ઉત્પતિ થઈ ત્યારથી વાત્સલ્યનો પણ વરસાદ વરસતો હતો. પ્રેમના વાવિધ પ્રકારો હોય છે જેમ કે પિતૃપ્રેમ, માતૃપ્રેમ, ભાતૃપ્રેમ, દેશપ્રેમ તથા વિજાતિય પ્રેમ વચ્ચેનો પ્રેમ પરંતુ વિજાતિય પ્રેમ જુદો જ તરી આવે છે. આ જગતમાં પશુ હોય કે પક્ષી, માનવ હોય કે દાનવ કોઇ પણ નાના કે મોટા જીવમાં રહેલી વિજાતિય લોકોમાં પ્રેમનો સેતુ બંધાય છે.

પ્રેમલગ્નમાં ત્યાગ વૃતિ મહત્વની ભૂમિકા રહેલી હોય છે. દૂધમાં સાકર ભળતા એવી રીતે પ્રેમમાં ત્યાગ વૃતિનો ઉમેરો થતાં પ્રેમલગ્નમાં સંસાર ઉજળોબને છે. લગ્ન કરીને જિંદગીભર સાથ ટકાવી રાખવા એકબીજાનો મનમેળની ઘણી જરૂરી છે. વર્ષો પહેલાં લગ્ન સ્ત્રી અને પુરુષની યુગલ રૂપે જીવન વિતાવવાની એક સામાજિક વ્યવસ્થા કરવામાં આવેલી છે.

જ્યારે છોકરા છોકરીને પ્યાર થતાં લગ્ન કરતા પહેલાં વડીલની મંજૂરી લઈને તેઓના આશીર્વાદથી લગ્ન કરાતાં તે યુગલનું લગ્નજીવન સુખી નિવડે છે. સંજાેગાવશ વડીલોની નામરજીથી લગ્ન કરવામાં આવતાં તેઓના જીવનમાં આગ લાગી શકે છે. યુગલે પોતાનાં વડીલની મંજૂરી તથા આશીર્વાદ, પોતાના ઘરનાં સંજાેગો, પોતાની જવાબદારી તથા ભાવિનો ખ્યાલ રાખીને જ લગ્ન કરવાથી પોતાનું જીવન સંસાર સુખી નીવડે છે.

ફક્ત સેક્સ માણવાનાં વિચારોથી કરવામાં આવતં લગ્ન, સેક્સ ભોગવ્યા બાદ તે લગ્ન જીવનમાં રસ ઓછો થઇ જતાં લગ્ન જીવનમાં ભંગાણ થઈ શકે છે. મનમેળ બંધબેસતો હોય અને ત્યાગ વૃતિની ભાવના હોય તો સંસાર જીવન સુખેથી ભોગવી શકાય છે.

જ્યારે છોકરા કે છોકરીને પ્યાર થઈ જતાં પોતાના વડીલ પાસે લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરી મંજુરી મેળવે ત્યારે મા બાપની પણ ફરજ બની જાય છે કે બન્ને જણનાં સાચા પ્રેમનો ખ્યાલ, સામેવાળી વ્યક્તિની અને તેના પરિવારની તપાસ કરવાની રહે છે અને સંજાેગાવશ પોતાના કુળથી નીચા કુળની વ્યક્તિ હોય તે છતાં દીકરા દીકરીનાં પ્રેમનો ખ્યાલ રાખી પોતે પણ પોતાના વિચારોમાં ત્યાગવૃતિ અપનાવવી જાેઇએ ન’કર પોતાના દીકરો કે દીકરીને હાથમાંથી ખોવા પડે છે.

એવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવેલ છે જેમાં વડીલની નામરજી હોવાથી દીકરો કે દીકરી પોતે આપઘાત કરીને જાન ખોઈ નાખે છે તથા પંખા પર લટકીને અથવા ઝેર પીને આત્મહત્યા કરવા પ્રેરાય છે.

વડીલને જાે લાગે કે પરવાનગી નહિ આપવા છતાં છોકરો તથા છોકરી લગ્ન કરવાનાં વિચારોમાં અડગ રહેશે અને તેમનો પ્રેમ અગાધ છે તો લગ્ન કરવાની રજા આપીને તેઓનું જીવન સુખી બને તેવા આશીર્વાદ આપવાથી સંસારમાં ચાર ચાંદ લાગશે.
ઘણી વખત મા-બાપ ના પાડવા છતાં યુગલ પરણીને સંસાર માંડીને થોડા દિવસો પસાર થયા ન થયા

ત્યાં તો ઘરમાં સાસુ નણંદ તથા ભોજાઇનાં મતભેદ તથા મનભેદથી સંસારમાં આગ લાગવાની શક્યતા થઈ શકે છે તથા પરિણામ દુઃખદ આવી શકે છે જેથી યુગલે પોતાના મા-બાપને પોતાની ઈચ્છા, પોતાની જવાબદારીની બાહેંધરી, પોતાનો અરસપરસ રહેલો અગાધ પ્યારનો ખ્યાલ આપવો જાેઇએ

જેથી મા-બાપ મંજૂરી આપવા તૈયાર થાય તેવી જ રીતે મા-બાપને લાગે કે આ પ્રેમલગ્ન યોગ્ય નથી તો પોતાના દીકરા કે દીકરીને સમજાવવા પૂરેપૂરો પ્રયત્ન કરવો જાેઈએ તથા ભવિષ્યમાં શું બની શકે તેનો ખ્યાલ આપવો જાેઇએ જેથી ભવિષ્યમાં પોતાના દીકરા કે દીકરીને ન પરણ્યાનો અફસોસ ન થાય.

પ્રેમલગ્ન સફળ થઈ શકે છે અને નિષ્ફળ પણ નીવડી શકે છે. તેનો બધો આધાર છોકરા તથા છોકરી પર રહેતો હોય છે. વડીલોની ના મરજી હોવા છતાં પ્રેમલગ્ન કરતાં યુગલે ઘણું જ સહન કરવાનું રહે છે તથા જતું કરવું પડે છે તેથી ભવિષ્યનો વિચાર કરીને જ ડગ માંડવા જાેઈએ.

સાચા પ્રેમી જાે સંજાેગાવશ લગ્ન કરી ન શકતાં અફસોસ ન કરવો જાેઈએ. એકબીજા માટેનાં સુખ માટે ત્યાગ કરીને પણ આનંદિત રહેવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.