Western Times News

Gujarati News

અભિનેતા વિલ સ્મિથ બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો

મુંબઈ, હોલીવુડનો જાણીતો અભિનેતા વિલ સ્મિથ દુનિયાની સૌથી ઉંચા ઈમારતમાંથી એક બુર્જ ખલીફાની ટોચ પર જાેવા મળ્યો. સ્મિથ એક યુટ્યૂબ સીરિઝ માટે દુબઈ બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વિલ સ્મિથની દિલધડક તસવીરો જાેઈને તેના ફેન્સ હેરાન રહી ગયા.

ડેઈલી મેઈલના રિપોર્ટ પ્રમાણે ૧૬૦ માળની આ બિલ્ડિંગ ૨૭૨૨ ફૂટ ઉંચી છે. ૫૩ વર્ષીય અભિનેતા વિલ સ્મિથ તેની ઉપર ઉભો જાેવા મળ્યો. સ્મિથે યુ-ટ્યૂબ શો બેસ્ટ શેપ ઓફ માય લાઈફના એક એપિસોડમાં દુનિયાની સૌથી ઉંચી ઈમારતની ટોચ પર ચઢાઈ કરી હતી. તસવીરમાં જાેઈ શકાય છે કે કેવી રીતે વિલ સ્મિથ બુર્જ ખલીફાની ટોચ પર હાથ ફેલાવીને બેઠો છે.

આ દરમિયાન તે સ્મિત આપતો જાેઈ શકાય છે. એક તસવીરમાં તે ઈમારતના ટોપ પર પણ બેઠેલો જાેવામાં આવે છે. સ્મિથ શૂટ માટે લોસ એન્જેલસથી દુબઈ આવ્યો હતો. વિલ સ્મિથ એક અમેરિકન અભિનેતા, રેપર અને ફિલ્મ નિર્માતા છે.

સ્મિથે પાંચ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. તેણે ચાર ગ્રેમી એવોર્ડ પણ જીત્યા છે. હાલમાં જ બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને એક મહિલા એડ શૂટ કરી રહી હતી.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મહિલા અમીરાત એરલાઈન માટે એડ કરી રહી હતી. મહિલાનું નામ નિકોલ સ્મિથ લુડવિક બતાવવામાં આવ્યું છે. આ વીડિયો પર લોકો વિવિધ કોમેન્ટ્‌સ આપી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.