Western Times News

Gujarati News

આઝાદીની ટિપ્પણ ઉપર કંગનાને વરૂણે દેશદ્રોહી કહી

નવી દિલ્હી, બોલીવૂડ એક્ટ્રેસ કંગના ફરી વિવાદોમાં છે.કંગનાએ તાજેતરમાં નિવેદન આપ્યુ હતુ કે, ભારતને ૧૯૪૭માં મળેલી આઝાદી ભીખ હતી. જેના પર હવે ભાજપના સાંસદ અને છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટી સામે બાગી તેવર દેખાડનારા વરુણ ગાંધી ભડક્યા છે.

વરુણે ટિ્‌વટ કરીને કહ્યુ છે કે, ક્યારેક મહાત્મા ગાંધીની તપસ્યાનુ અપમાન, ક્યારેક તેમના હત્યારાનુ સન્માન અને હવે શહીદ મંગલ પાડે તેમજ રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા લાખો સ્વતંત્ર્તા સેનાનીઓની કુરબાનીઓનો તિરસ્કાર, આ પ્રકારની વિચારધારાને ગાંડપણ કહેવાય કે દેશદ્રોહ? ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ ચેનલના મંચ પર કંગનાએ કહ્યુ હતુ કે, ૧૯૪૭માં ભારતને આઝાદી નહીં પણ ભીખ મળી હતી.સાચી આઝાદી તો ૨૦૧૪માં મળી હતી.

કંગનાના નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે અને હવે વરુણ ગાંધીએ પણ વિવાદમાં ઝુકાવતા આ મામલાને રાજકીય રંગ મળે તેવી પણ શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.