Western Times News

Gujarati News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે હિન્દુત્વ મામલે ટીપ્પણી કરતા પોલીસ ફરિયાદ

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. બુધવારે તેમના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આજે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સલમાન ખુર્શીદે હિન્દુત્વની તુલના આતંકવાદ સાથે કરીને તેમણે ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ બાબતે તેમના પર ગંભીર આરોપ લાગ્યાં છે.તેમની સામે ફરિયાદ ખુ પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યામાં કરવામાં આવેલી ટીપ્પણી બદલ કરવામાં આવી છે. વિવેક ગર્ગ નામના દિલ્હીના વકીલે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને કેસ નોંધવાની વિનંતી કરી છે.

પુસ્તકમાં આઇએસઆઇએસ અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે હિંદુત્વની તુલના કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે હિંદુત્વ સનાતન અને સંતોના પ્રાચીન હિંદુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે દરેક રીત આઇએસઆઇએસ અને બોકો હરામ જેવા જેહાદી ઈસ્લામિક સંગઠનોની જેમ છે. જ્યારે સલમાનને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “હિંદુ ધર્મ ખૂબ જ ઉચ્ચ કક્ષાનો ધર્મ છે.

આ માટે ગાંધીજીએ જે આપ્યું તેનાથી મોટી કોઈ પ્રેરણા ન હોઈ શકે. જાે કોઈ નવું લેબલ લગાવે તો હું કેમ માનું? મેં કહ્યું કે જેઓ હિંદુત્વની રાજનીતિ કરે છે તે ખોટા છે અને આઇએસઆઇએસ પણ ખોટું છે.” સુપ્રીમ કોર્ટના ર્નિણય અને તેમના પુસ્તકને લઈને સલમાન ખુર્શીદે કહ્યું, “અયોધ્યા વિવાદને લઈને સમાજમાં વિભાજનની સ્થિતિ હતી.

સુપ્રીમ કોર્ટે તેનો ઉકેલ શોધી કાઢ્યો. કોર્ટના ર્નિણયને ખૂબ દૂર જાેવાનો પ્રયાસ કર્યો છે. આ એવો ર્નિણય છે જેથી એવું ન લાગે કે અમે હારી ગયા, તમે જીતી ગયા.” ભાજપ સરકાર તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, “અમે જીતી ગયા છીએ એવી જાહેરાત નથી કરાતી પણ ક્યારેક આવા સંકેતો આપવામાં આવે છે. દરેકને જાેડવાનો પ્રયાસ હોવો જાેઈએ. હાલમાં અયોધ્યાના ઉત્સવમાં એવું લાગી રહ્યું છે કે તે માત્ર એક પક્ષની જ ઉજવણી છે.

સલમાન ખુર્શીદ પુસ્તકમાં લખે છે, “અલબત્ત, હિંદુત્વના સમર્થકો આને ઈતિહાસમાં તેમના ગૌરવની યોગ્ય માન્યતા તરીકે જાેશે. જીવન ન્યાયના સંદર્ભ સહિત ખામીઓથી ભરેલું છે, પરંતુ આપણે આગળ વધવા માટે તેને સમાયોજિત કરવાની જરૂર છે. .” પુસ્તક પર વાત કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે જાે સમાજમાં એકતા આવશે તો હું માનીશ કે પુસ્તક લખવાનો ર્નિણય સફળ રહ્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.