Western Times News

Gujarati News

ચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારી નોંધાવી

બીજીંગ, ચીનની સૈાથી મોટી રિઅલ એસ્ટેટ જાયન્ટ કંપની એવરગ્રાન્ડની નાદારીના સમાચાર આવ્યા છે ,ચૂકવણીની લંબાવેલી તારીખ પર પૈસાની ચૂકવણી ના થતાં રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચીનની સૈાથી મોટી કંપની નાદારીના કગાર આવી પહોચી છે,જેના લીધે શેરબજારમાં ભારે પ્રભાવિત થશે અને અનેક રોકાણકારોને નુકશાન ભોગવવું પડશે. ૧૮૪ મિલિયન ડોલરનું પેમેન્ટ કરવામાં ચૂકવામાં ચૂક થઇ છે

ચાઈનીઝ રિયલ એસ્ટેટ જાયન્ટ છે એવરગ્રાન્ડકંપનીએ કુલ દેવા સામે ૮.૩૫ કરોડ ડોલર એટલે કે રૂ.૬૧૭ કરોડનું વ્યાજ આવતા આ સપ્તાહમાં ચૂકવવાનું હતું એ ચૂકવવામાં નિષ્ફળ ગઇ છે ડિફોલ્ટર થઇ છેકંપનીને રૂ.૪.૭૫ કરોડ ડોલર કે રૂ.૩૫૧ કરોડનું વ્યાજ ચૂકવવાનું છે. રિયલ એસ્ટેટ શેરોમાં આજે હોંગકોંગ,માં ટ્રેેડીંગમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો.

એવરગ્રાન્ડ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. દેશના ૨૮૦ શહેરમાં ૧૩૦૦ જેટલો પ્રોજેક્ટ ધરાવતી આ કંપની ચીનની રિયલ એસ્ટેટ બજારમાં ચાર ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીએ આટલા મોટા ફલક ઉપર કામ કરવા માટે ૧૨૮ જેટલી બેંકો અને ૧૨૧ જેટલી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી ધિરાણ મેળવ્યું છે. કંપનીના જે પ્રોજેક્ટ ચાલુ છે તેનું મુલ્ય એક ટ્રીલીયન ડોલર કે રૂ.૭૪ લાખ કરોડ જેટલું આકવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.