Western Times News

Gujarati News

તત્કાલિન સપા સરકારનાં કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષી

લખનૌ, ઉત્તર પ્રદેશનાં પૂર્વ કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને સામૂહિક દુષ્કર્મ અને પોસ્કો એક્ટમાં દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સજા ૧૨ નવેમ્બરે થશે. ગાયત્રી પ્રસાદ ઉપરાંત કોર્ટે આશિષ શુક્લા અને અશોક તિવારી નામનાં અન્ય બે આરોપીઓને પણ દોષિત ઠેરવ્યા છે. જાેકે, કોર્ટે અન્ય આરોપી ચંદ્રપાલ, વિકાસ વર્મા, રૂપેશ્ર્‌વર અને અમરેન્દ્ર સિંહ પિન્ટુને નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસમાં ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત ત્રણ આરોપીઓને પોસ્કોની એક્ટની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કલમ હેઠળ ૨૦ વર્ષ સુધીની આજીવન કેદની જાેગવાઈ છે. વળી,મૃત્યુ દંડ સુધીની સજાની જાેગવાઈ છે. વિશેષ ન્યાયાધીશ પવન કુમાર રાયે ત્રણેય દોષિતોની સજા માટે ૧૨ નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

રિપોર્ટ અનુસાર, ન્યાયાધીશે આ કેસમાં ખોટી જુબાની આપવા અને પુરાવાને દબાવવા માટે પીડિતા વિરુદ્ધ કેસ નોંધવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે પીડિતા તેમજ સાક્ષી રામસિંહ રાજપૂત વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને પોલીસ કમિશનરને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે બુધવારે કેસની સુનાવણી દરમિયાન ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા.

નોંધનીય છે કે ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭નાં રોજ ગૌતમપલ્લીમાં ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ, વિકાસ વર્મા, અમરેન્દ્ર સિંહ, ચંદ્રપાલ, રૂપેશ્વર અને અશોક તિવારી વિરુદ્ધ ગેંગ-રેપ અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ પર ચિત્રકૂટની એક મહિલાએ સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, આ મામલો ચાર વર્ષ પહેલા એટલે કે ૨૦૧૭નો છે. ચિત્રકૂટ જિલ્લાની એક મહિલાએ તત્કાલિન સપા સરકારનાં કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ અને તેમના કેટલાક સહયોગીઓ પર સામૂહિક દુષ્કર્મ અને તેની પુત્રી સાથે સમાન કૃત્ય કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જ્યારે મહિલાએ આ અંગે અવાજ ઉઠાવ્યો ત્યારે ગાયત્રી પ્રજાપતિ અને તેના સાગરિતોએ મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી પીડિતાએ કેસ નોંધવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ નાં રોજ, સુપ્રીમ કોર્ટનાં આદેશને પગલે, ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં ગાયત્રી પ્રજાપતિ સહિત છ આરોપીઓ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી.

આ કેસમાં પ્રજાપતિની ૧૫ માર્ચ ૨૦૧૭નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૯ નવેમ્બરે આ કેસમાં કેટલાક આરોપીઓ વતી લેખિત દલીલો દાખલ થવાની હતી. દરમિયાન, આરોપી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ વતી અરજી કરવામાં આવી હતી, જેમાં ટ્રાયલની તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી હતી.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ કોર્ટનાં તે આદેશને હાઈકોર્ટની લખનઉ બેંચમાં પડકારવામાં આવ્યો છે, જેમાં બચાવ પુરાવા રજૂ કરવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.