Western Times News

Gujarati News

હવે અમેરિકા પણ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણનો બન્યો ભાગ, ૫ વર્ષમાં કુલ ૧૦૧ દેશો સભ્ય બન્યા

વોશિગ્ટન, સમગ્ર વિશ્વમાં સૌર ઊર્જાના નીચા દરની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણનો યુએસ પણ એક ભાગ બન્યો છે. આ જાેડાણની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ ઓલાંદે પેરિસમાં ૨૦૧૫ની ક્લાઈમેટ સમિટમાં કરી હતી.

હવે અમેરિકા પણ આ સંગઠનનો હિસ્સો બન્યા બાદ કુલ સભ્ય દેશોની સંખ્યા વધીને ૧૦૧ થઈ ગઈ છે. ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવા ગ્લાસગોમાં યોજાયેલી સીઓપી ૬૨ દરમિયાન યુએસએ બુધવારે સંગઠનમાં જાેડાવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન અમેરિકાના પ્રતિનિધિ જાેન કેરી અને ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા.

આ અભિયાનમાં જાેડાવા માટે અમેરિકાનું સ્વાગત કરતાં ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ‘મને ખુશી છે કે અમેરિકા હવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા દૂરંદેશી પ્રયોગનો ઔપચારિક ભાગ બની ગયું છે. તેની શરૂઆત ૨૦૧૫માં પીએમ નરેન્દ્ર મોદીએ પેરિસમાં કરી હતી. હવે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના કુલ સભ્ય દેશોની સંખ્યા વધીને ૧૦૧ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આનાથી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણ મજબૂત થશે અને વિશ્વને વૈકલ્પિક ઉર્જા તરફ આગળ વધવામાં મદદ મળશે.

ઈન્ટરનેશનલ સોલર એલાયન્સે વિશ્વભરમાં સૌર ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે ૨૦૩૦ સુધીમાં ૧,૦૦૦ બિલિયનનું રોકાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેની ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા સૌર ઉર્જાનો ખર્ચ ઘટાડવાનું લક્ષ્ય પણ આ જાેડાણ હેઠળ નક્કી કરવામાં આવ્યું છે.

આ જાેડાણમાં સામેલ દેશોમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોની સંખ્યા વધારવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ અભિયાન માટે સમગ્ર વિશ્વમાં પીએમ નરેન્દ્ર મોદીના વખાણ થયા હતા અને શરૂઆતમાં જ ૮૬ દેશોએ તેમાં જાેડાવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ૫ વર્ષમાં આ સંખ્યામાં વધુ વધારો થયો છે અને અત્યાર સુધીમાં કુલ ૧૦૧ દેશો તેના સભ્ય બન્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.