Western Times News

Gujarati News

વડોદરામાં ઈંડા-નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકાયો

વડોદરા, રાજકોટ બાદ હવે જાે હવે તમે વડોદરામાં રહેતા હો તો તમારા માટે સૌથી મોટા અને જે લોકો નોનવેજ ખાય છે તેમના માટે માઠા સમાચાર મળી રહ્યા છે. જ્યારે નોનવેજ નહી ખાતા અને તેનો વિરોધ કરતા લોકો માટે ખુશીના અને સૌથી સારા તથા મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ બાદ હવે વડોદરા શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની લારી લગાવી શકાશે નહી.

જાહેર માર્ગ પર ક્યાંય પણ ઇંડા કે નોનવેજ દેખાતું હોય તેવી લારી લગાવી શકાશે નહી. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં રોડ રસ્તા પર લાગતી નોનવેજ અને આમલેટની લારી બંધ કરવાનો ર્નિણય લેવાયો છે.

પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે અને તેના પર અમલ કરાવવા આદેશ છૂટ્યા છે. જેના કારણે માત્ર ૧૦ દિવસમાં શહેરના રોડ રસ્તા પર લાગતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ બંધ કરાશે રાજકોટ બાદ વડોદરા પાલિકાએ પણ આ પ્રકારનો ર્નિણય લીધો છે.

નોનવેજની દુકાનમાં પણ જાહેરમાં મટન નહી લટકાવી શકાય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને ૧૦ દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સુચના આપવામાં આવે છે, અને આગામી દિવસોમાં રોડ પર નોનવેજ અને આમલેટની લારીઓ બંધ રાખવા જણાવ્યું છે. સાથે એવી પણ સૂચના આપવામાં આવી છે કે, વડોદરા શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટા ભાગની વસ્તી નોનવેજ અને ઇંડા પ્રત્યે સુગ ધરાવે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે, ગુપ્ત રીતે ઇંડા અને નોનવેજ ખાતા હોય છે પરંતુ દેખાવ નોનવેજ નહી ખાતા હોવાનો કરે છે. જેના કારણે રાજકોટ બાદ હવે વડોદરામાં નોનવેજ બંધી પણ થઇ ચુકી છે.

જાે કે રંગીલા ગણાતા રાજકોટ બાદ વડોદરાનો આ ર્નિણય બાદ અન્ય કોર્પોરેશન અને પાલિકાઓ પણ આ પ્રકારનો ર્નિણય લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેથી એક પ્રકારે કહી શકાય કે, હવે ગુજરાત દારૂ બાદ નોનવેજ બંધી તરફ પણ આગળ વધી રહ્યું છે. તો તે દિવસો દુર નથી કે, દારૂની સાથે ઇંડા પણ બુટલેગર પાસે મંગાવવા પડે અને ચોરી છુપીથી ખાવા પડે. પરંતુ કેટલાક લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો દુ;ખ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક મિશ્ર લાગણી પણ અનુભવી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.