Western Times News

Gujarati News

ઓસ્ટ્રે.ની રોમાંચક જીત બાદ પાક.ની ટીમની મજાક ઉડી

દુબઈ, આઈસીસી ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ ટુર્નામેન્ટમાંથી બહાર થવાની સાથે જ પાકિસ્તાન ક્રિકેટ ટીમની સોશિયલ મીડિયામાં મજાક ઉડી રહી છે. ઓસ્ટ્રેલિયાએ બાબર આઝમની સેનાને સેમીફાઈનલમાં ૫ વિકેટથી હરાવી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૭૬ રન બનાવ્યા. મોહમ્મદ રિઝવાને ૬૭, ફખર ઝમાને ૫૫ અને બાબર આઝમે ૩૯ રનનું યોગદાન આપ્યું. આટલી શાનદાર બેટિંગ છતાં પાકિસ્તાનની ટીમે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મેશેલ સ્ટાર્કે ૨, પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ ૧-૧ વિકેટ લીધી.

જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૭૭ રનનો ટાર્ગેટ ૫ વિકેટ ગુમાવીને મેળવી લીધો. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન આ મેચ સરળતાથી જીતી જશે પરંતુ માર્ક્‌સ સ્ટોઈનિસ અને મેથ્યુ વેડના ઈરાદા કઈક અલગ જ હતા.

આ બંનેએ ભેગા મળીને ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટથી રોમાંચક જીત અપાવી. આઈસીસી ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની ફાઈનલમાં હવે ઓસ્ટ્રેલિયાનો મુસાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. પાકિસ્તાનની આ સજ્જડ હારથી ભારતીય ક્રિકેટ ફેન્સમાં ખુશીનો માહોલ છે. તેઓ સોશિયલ મીડિયા પર મજેદાર અંદાજમાં મીમ્સ શેર કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.