Western Times News

Gujarati News

રુબિના દિલૈકે ૧૦ વર્ષ પછી ગામમાં દિવાળી ઉજવી

મુંબઈ, દેશભરમાં લોકોએ દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરી. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ પોતાના સ્વજનો અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી. ટીવી અભિનેત્રી રુબિના દિલૈકે પણ હિમાચલ પ્રદેશ સ્થિત પોતાના ગામમાં દિવાળી ઉજવી.

રુબિનાએ ૧૦ વર્ષ પછી પોતાના ગામમાં દિવાળી ઉજવી છે. દિલૈક પરિવારમાં બેવડી ખુશી હતી, કારણકે રુબિનાની બહેન જ્યોતિકાની સગાઈ પણ હતી. રુબિના ભલે મુંબઈમાં રહે છે, પરંતુ પોતાના વતન સાથે જાેડાયેલી રહેવા માંગે છે. તે હિમાચલ ટ્રેડિશનની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

રુબિના અને તેના પરિવાર માટે આ દિવાળી ઘણી ખાસ હતી. રુબિનાએ દિવાળીની ઉજવણીની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. રુબિનાએ ફોટો અને વીડિયોના માધ્યમથી ફેન્સને બતાવ્યું છે કે હિમાચલમાં દિવાળીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે. હિમાચલમાં દિવાળીના અવસર પર પરંપરાગત ડાન્સ પણ કરવામાં આવે છે.

વીડિયોમાં જાેઈ શકાય છે કે ગામના લોકો હિમાચલી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. આ સાથે તેઓ પાલકીમાં શિવ ભગવાનને લઈને જઈ રહ્યા છે. રુબિના દિલૈકે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે અને લખ્યું છે કે- ૧૦ વર્ષ પછી મેં મારા ગામમાં દિવાળી ઉજવી. અહીં દિવાળી અનોખી પદ્ધતિથી ઉજવવામાં આવે છે. સ્થાનિક મ્યુઝિક અને ડાન્સ થાય છે.

દેવાત મંદિરથી અમારા દેવતા શિરગુલ મહારાજને પાલકીમાં લઈ જવામાં આવે છે. ગામના તમામ લોકો બે દિવસ સુધી આ તહેવારની ઉજવણી કરે છે. લોકગીત અને ત્યાંના ખોરાકને કારણે આજુબાજુના ગામના લોકો પણ આકર્ષિત થાય છે.

ત્યારપછી તમામ લોકો મળીને ઠોર માતાના મંદિર જાય છે. તે અમારા કુળદેવી છે અને ત્યાં જગરાની ટીમ એકત્રિત થાય છે. જગરા દિવાળીની એક લોકલ ટીમ છે. અહીં તમામ લોકો લોકગીત પર ડાન્સ કરે છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો રુબિના દિલૈક ટુંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરવાની છે. તે ફિલ્મ અર્ધમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે હિતેન તેજવાની અને રાજપાલ યાદવ પણ જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.