Western Times News

Gujarati News

યુરોપમાં કોવિડ મૃત્યુદર ૧૦% વધ્યો, નેધરલેન્ડમાં લાગ્યું લૉકડાઉન

નવીદિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે યુરોપમાં પાછલા એક અઠવાડિયામાં કોવિડ ૧૯થી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ૧૦% વધારો નોંધાયો છે, વિશ્વના અન્ય તમામ દેશોમાં કોરોનાવાયરસ કાબૂમાં આવી ગયો છે જ્યારે યુરોપ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં કોરોનાએ હજી પણ ચિંતા વધારી છે. યુરોપમાં સતત છ અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે.

યુએન હેલ્થ એજન્સીએ પોતાના વિકલી રિપોર્ટમાં જણાવ્યું કે, વિશ્વભરમાં ૩.૧ મિલિયન નવા કેસ નોંધાયા, જે ગયા અઠવાડિયા કરતા ૧ ટકા વધુ છે. માત્ર એકલા યુરોપમાં જ ૧.૯ મિલિયન કેસ મળી આવ્યા છે અને તેમાં ગયા અઠવાડિયા કરતાં ૭ ટકાનો વધારો નોંધાયો છે.

યુનાઈટેડ સ્ટેટ્‌સ ઑફ અમેરિકા, રશિયા, બ્રિટન, તુર્કી અને જર્મનીમાંથી કોરોના વાયરસના સૌથી વધુ કેસ મળી આવ્યા છે. યુરોપ સિવાય આખા વિશ્વમાં કોવિડ ૧૯થી થતા મૃત્યુમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. વધુમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોંધ્યુ કે અમેરિકામાં કોરોનાવાયરસના વિકલી કેસમાં ૫ ટકાનો ઘટાડો આવ્યો છે અને મૃત્યુદર ૧૪ ટકા ઘટ્યો છે.

મંગળવારે ફાર્માસ્યૂટિકલ કંપની ઁકૈડીિએ યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એડલ્ટ્‌સમાં કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ અધિકૃત કરવાની માંગ કરી છે. ડબ્લ્યુએચઓએ દેશોને ઓછામાં ઓછા વર્ષના અંત સુધી વધુ બૂસ્ટરનું સંચાલન ન કરવા વિનંતી કરી છે; લગભગ ૬૦ દેશો સક્રિયપણે બૂસ્ટરડોઝ આપી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશએ નોન-વેજ ફૂડને જાહેર પ્રદર્શનમાંથી હટાવ્યું ઉૐર્ંના યુરોપ રિઝનના ડાયરેક્ટર ડૉ હંસ ક્લુગેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, “યુરોપમાં ફરીથી કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ થઈ ગયો છે.” તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જાે કોવિડ ૧૯ને અટકાવવા માટેના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો યુરોપમાં ફેબ્રુઆરી મહિના સુધીમાં વધુ ૫ લાખ જેટલાં મૃત્યુ નોંધાઈ શકે છે. ડચ બ્રોડકાસ્ટર ર્દ્ગંજી એ શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ કેસોમાં વધારાને રોકવા માટે નેધરલેન્ડ્‌સ આ સપ્તાહના ઉનાળા પછી પશ્ચિમ યુરોપનું પ્રથમ આંશિક લોકડાઉન લાદશે. સરકારી સૂત્રોનો હવાલો આપતાં ર્દ્ગંજીએ જણાવ્યું કે બાર્સ, રેસ્ટોરાં અને જીવન જરૂરી ના હોય તેવી વસ્તુઓની દુકાનોને આગામી ત્રણ અઠવાડિયા સુધી સાંજે ૭ વાગ્યે બંધ કરી દેવાના આદેશ આપી દેવામાં આવશે. કોરોનાવાયરસને અટકાવવા માટે સરકારોએ અથાગ પ્રયત્નો કર્યા છે પરંતુ હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.