Western Times News

Gujarati News

ગુજરાતના મહિસાગરમાં ખૂટી પડ્યું પેટ્રોલ, રાજસ્થાનથી આવતા દરેક વાહન ટાંકી ફૂલ કરાવી લે છે

Files Photo

મહીસાગર, મહિસાગર જિલ્લાના રાજસ્થાન સરહદ વિસ્તારના પેટ્રોલ પંપોમાં પેટ્રોલની અછત જાેવા મળી રહી છે. સરહદની નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જાેવા મળી રહી છે. રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થતાં જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર આવેલા પેટ્રોલપંપો ઉપર રાજસ્થાનના વાહનોની કતારો લાગતી હતી.

એક સમયે ગુજરાત કરતા રાજસ્થાનમાં રૂપિયો દોઢ રૂપિયો લીટરે રાજસ્થાનમાં સસ્તું મળતું હતું જ્યારે અત્યારે એનાથી ઊલટું છે રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું મળે છે. જેથી સરહદ ઉપરના પંપો ઉપર વેચાણ વધી રહ્યું છે અને હવે હાલ એવા છે કે, પેટ્રોલ પંપ પર ‘પેટ્રોલ નથી’ના બોર્ડ લગાવવા પડ્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થતા પેટ્રોલ પમ્પોનું વેચાણ પણ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યું હતુ. જેના કારણે રાજસ્થાનથી નાના મોટા વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ માટે ગુજરાત આવી રહયા છે.

સામાન્ય રીતે, એક અંદાજ પ્રમાણે ટ્રક ચલાવતા વાહન ચાલકને એક સમય ટાંકી ફૂલ કરવામાં ત્રણથી ચાર હજાર કે તેનાથી વધુનો પણ ફાયદો થાય છે. જેથી વાહન ચાલકો ગુજરાતમાં જ પેટ્રોલ ડીઝલની ટાંકી ફૂલ કરાવીને આગળ વધી રહ્યા છે. રાજસ્થાન સરહદ નજીકના પંપો ઉપર ડીઝલ-પેટ્રોલનું વેચાણ પણ વધ્યું છે.

રાજસ્થાન કરતા ગુજરાતમાં રાજ્ય સરકારે વેટ ઘટાડેલા ડીઝલ લીટરે ૭ રૂપિયા અને પેટ્રોલ ૧૬ રૂપિયા સસ્તું મળતું હોવાથી ગુજરાતમાંથી પરપ્રાંતમાં જતાં વાહનો ફૂલ ટાંકી કરાવીને જ જાય છે. જ્યારે રાજસ્થાનના વાહનોના ચાલકો ગુજરાતમાં જ ડીઝલ-પેટ્રોલ ભરાવવાનું પસંદ કરી રહ્યાં છે. જેના કારણે પેટ્રોલ પંપનો વેપાર વધી ગયો છે અને પેટ્રોલની અછત પણ થઇ જવા પામી છે.

રાજસ્થાનમાં પેટ્રોલના વધારે ભાવ અંગે સીએમ અશોક ગહેલોતે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારનો ટેક્સ એટલે કે વેટ ઘટાડવા માટે મને ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો અને તેઓ મારા પર વેટ ઓછો કરવા માટે દબાણ કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, જાે વેટ ઓછો કરવામાં આવશે તો રાજ્યોને બહુ નુકસાન જશે અને કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે, રાજ્યો નબળા પડે.

કેન્દ્ર સરકાર જનતાને લૂંટી રહી છે. કેન્દ્ર સરકારની નીતિ અને દાનત ખરાબ છે. જાેકે, ગહેલોતે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડવા માટે પણ સંકેતો આપ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.