Western Times News

Gujarati News

આર્યન જન્મદિને NCB ઓફિસે હાજરી પુરાવા ગયો

નવી દિલ્હી, ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનનો આજે જન્મ દિવસ છે. સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યો છે ત્યારે આજે જન્મ દિવસે તે એનસીબીની ઓફિસ પર દેખાયો હતો.

જામીનની શરત પ્રમાણે દર શુક્રવારે તેણે એનસીબી ઓફિસ પર હાજરી પૂરાવવાની હોય છે અને આજે સુ્‌કરવાર હોવાથી તે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો.આર્યન ખાને પીળા રંગની ટી શર્ટ તેમજ બ્લુ જેકેટ પહેર્યુ હતુ.આર્યનની સાથે તેના વકીલ પણ હાજર હતા.

આર્યન ખાનને ૨૮ દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ડ્રગ્સ કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા છે પણ સાથે સાથે ૧૪ શરતોનુ પાલન કરવા માટે પણ કહ્યુ છે.આ શરતો પૈકી એક શરત દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજર રહીને હાજરી પૂરાવવાની છે.

આ સિવાયની શરતોમાં પાસપપોર્ટ જમા કરાવવાની અને દેશ નહીં છોડવાની શરતનો પણ સમાવેશ થાય છે. જેના પગલે આજે જન્મ દિવસે પણ આર્યન ખાન એનસીબી ઓફિસમાં હાજરી પૂરાવવા માટે પહોંચ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.