Western Times News

Gujarati News

માનવીની સાથે રહીને આ પાલતુ પ્રાણીઓને પણ માનવી જેવા જ રોગો થવા માંડ્યા

પાલતુ પ્રાણીઓમાં પણ હતાશા અને બેચેની વધતી જાય છે !

માનવીને પ્રાણીઓને પાળવાનો શોખ છે. એવું બની શકે કે માનવીની સાથે રહીને આ પાલતુ પ્રાણીઓને પણ માનવી જેવા જ રોગો થવા માંડ્યા છે. શ્વાન, બિલાડી કે સસલાં જેવા પ્રાણીઓને પણ હતાશા કે બેચેની જેવા રોગો થતા હોવાનું તમે માની ન શકો, પરંતુ યુકેમાં પાલતુ પ્રાણીઓનું માનસિક સ્વાસ્થ્ય વધારે ખરાબ થયું છે.

પરદેશમાં તો પાલતુ પ્રાણીઓનાં સ્વાસ્થ્ય વીમા પણ ઉતારાતા હોય છે. હાલમાં પાલતુ પ્રાણીઓમાં માનસિક આરોગ્ય કથળવા માંડ્યું છે, તેના કારણે વીમા કંપનીઓએ ઘણા માલિકોને વળતર ચૂકવવું પડી રહ્યું છે. શ્વાનના માલિક લેસ્સી ચર્ચના શ્વાનને બે ન્યુરોલોજિકલ શેસન આપવા પડ્યા, જે દરેક શેસન તેમને ર૭પ પાઉન્ડનું પડ્યું હતું.

એ શ્વાસનને તેની સુરક્ષિત જગ્યાએ રહેવાનો ભય- એગોરાફોબિયાથી પીડાતો હતો. આ ત્રણ વર્ષનો શ્વાસ મેમરી ફોમ ગાદલા પર પડયો રહે છે, તે મરઘીથી દૂર રહે છે, તે ચિંતા પ્રેરિત મેદસ્વિતા અને ડિસઓર્ડરથી પીડાતો હોવાનું નિદાન થયું છે. લોકો મને પૂછે છે કે શ્વાનને તો કઈ રીતે ચિંતા થઈ શકે ?

પેટ ઈન્સ્યોરન્સ કંપનીઓ સમક્ષ ચિંતા, હતાશા અને મેદસ્વી ડિસઓર્ડર જેવા માનસિક ડિસઓર્ડર માટેના કલેઈમ વધી રહ્યા છે. શ્વાનમાં સામાન્ય સમસ્યા લોકો ઉપર હુમલો કરવાની રહે છે. જયારે બિલાડીમાં નખોરિયા ભરવા અને ઘણા સસલા બટકું ભરવાની વર્તણૂક વધુ જાેવા મળે છે.

સૌથી ચિંતાની બાબત એ છે કે જે બાળકો પાળેલા શ્વાનવાળા પરિવારમાં ઉછરે છે, તેમને સ્કિઝોફ્રેનિયા થવાનું જાેખમ પાછલી ઉંમરે પપ ટકા ઘટતું હોવાનું અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જણાયું છે. જાેકે બિલાડી પાળી હોય તો તેના ખાસ લાભ થતા નથી. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.