Western Times News

Gujarati News

નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે નિરામય દિવસની ઉજવણી

(પ્રતિનિધિ) નડિયાદ, આજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે આપણે ત્યાં કહેવત છે કે , ‘ પ્રથમ સુખ તે જાતે નર્યા ‘ એટલે કે આપણાં વ્યક્તિગત જીવનમાં આરોગ્યને સૌ પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે .

તેનો અર્થ છે કે , જાે શરીર તંદુરસ્ત હશે , તો મન તંદુરસ્ત રહેશે અને આપણી તંદુરસ્તી જળવાઇ રહેશે . નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાધેલાએ પ્રસંગોપાત ઉદ્યોધન કર્યુ હતુ અને સૌને આ યોજનાનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરી હતી .

રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક જબરજસ્ત સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કરી છે . ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રુહ નિર્માણ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે , ૩૦ વર્ષથી વધુ ઉંમરના રાજ્યના ત્રણ કરોડ લોકોને લાભ મળવાનો છે .

તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરી હતી . આપણે હમણાં જ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈને નીકળ્યા છીએ . કોરોનામાં જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી તેમને ખૂબ તકલીફ પડી હતી .

સરકારના અથાગ પ્રયત્નોને કારણે વધુને વધુ રસીકરણ દેશમાં થઈ રહ્યું છે . જેનાથી કોરોના સામે આપણને પ્રતિ રક્ષણ મળ્યું છે . તેમણે વધુમાં જણાવ્યું કે , બિન ચેપી રોગોની આપણને ખબર હોતી નથી . પરંતુ જાે નિયમિત ધોરણે તેની તપાસ થાય તો તુરંત જ એની ખબર પડી શકે અને કેન્સર , બી.પી. , ડાયાબિટીસ જેવાં ચેપી રોગોથી બચી શકાય છે .

તેમણે ઉમેર્યું કે , નાણાના અભાવે આપણે લેબોરેટરીમાં તપાસ કરાવતાં નથી , પરંતુ આપણે તો નિયમિત યોગ કરીએ , સ્વચ્છતા જાળવીએ તો રોગ આવે તે પહેલાં જ સાવધ રહીને તેને અટકાવી શકીએ છીએ . આ પ્રસંગે નિરામય ગુજરાતની વિડીયો ક્લીપ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળી હતી .

આ અવસરે ૪ લાભાર્થીઓના નિરામય કાર્ડ આપવામાં આવ્યાં હતાં . પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના ૪ લોકોને ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં . ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં . આ અવસરે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી ,

જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે , નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ , જિલ્લા આરોગ્ય અધિકારી ડો . આર.બી. કાપડીયા , આર.સી.એસ. અધિકારી ડો . પઠાણ , સિવિલ સર્જન તુપ્તિબેન શાહ , નડીયાદ નગરપાલિકાના ઉપપ્રમુખ કિન્તુભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.