Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં અમરાવતી સહિત પાંચ જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણમાં: ગૃહમંત્રી

મુંબઇ, ત્રિપુરામાં થયેલી હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં કોમી હિંસા ફાટી નીકળતાં તંગદીલી વ્યાપી હતી. પરંતુ અમરાવતી, નાંદેડ, પરભણી, માલેગાંવ, નાશિકમાં કડક પોલીસ બંદોબસ્ત તહેનાત કરતાં આજે શાંતિનું વાતાવરણ છવાઈ ગયું હતું. પરંતુ પરિસ્થિતિ નાજુક છે. અમરાવતીમાં ચાર દિવસ કરફ્યું, ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હોવાનું રાજ્યના ગૃહ મંત્રી દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું.

પોલીસે અહીંયા શનિવારથી કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. શહેરમાં માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે. જાેકે શહેરમાં શાંતિ હોવા છતાં હજી પણ સ્થિતિ નાજુક છે, એવું પોલીસનું કહેવું છે.ત્રિપુરામાં મુસ્લિમો સામે થયેલી હિંસાના વિરોધમાં મુસ્લિમ સંગઠનો દ્વારા અપાયેલા મહારાષ્ટ્રમાં બંધના એલાનનના પગલે અમરાવતીમાં શુક્રવારે હિંસા થઈ હતી.

તેના વિરોધમાં હિન્દુ સંગઠનોએ શનિવારે બંધનું એલાન આપ્યું હતું અને તેમાં પણ બબાલ થયા બાદ પોલીસે કરફ્યું નાખી દીધું હતું.આજે પણ કરફ્યું ચાલુ રખાયો છે. લોકોને મેડિકલ ઇમરજન્સી સિવાય ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.