Western Times News

Gujarati News

મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો વિશ્વમાં ટોચે છે

પ્રતિકાત્મક

નવીદિલ્હી, દુનિયામાં સૌથી સસ્તો ઈન્ટરનેટ ડેટા ભારતમાં મળે છે. આ જ કારણથી મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો વિશ્વમાં ટોચે છે. ભારતે મોબાઈલ પર સમય પસાર કરવામાં અમેરિકા, ચીનને પણ પાછળ પાડી દીધા છે.

મોબાઈલ ફોન પર સમય બગાડવામાં ભારતીયો વિશ્વમાં ટોચે છે. ભારતે મોબાઈલ પર સમય પસાર કરવામાં અમેરિકા, ચીનને પણ પાછળ પાડી દીધા છે. ભારતમાં એક જીબી ડેટાની કિંમત એક કિલો લોટ કરતાં પણ ઓછી છે. તેથી જ ભારતીયો ઈન્ટરનેટ અને મોબાઈલનો અંધાધૂંધ ઉપયોગ કરી રહ્યા છે.

વર્ષ ૨૦૨૧ માં ભારતીયોમાં મોબાઈલ પર ઓનલાઈન ગેમિંગ, ઓટીટી વ્યૂના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે.વર્ષ ૨૦૨૧ માં ભારતમાં એક જીબી ડેટા માટે ટેલિકોમ કંપનીઓ ૧૦.૯૩ રૂપિયા ચાર્જ કરી રહી છે.

જે દુનિયાના કોઈપણ દેશના પ્રતિ જીબી ડેટા ચાર્જથી ઓછો છે. વર્ષ ૨૦૧૪ સુધી ભારતીયોએ પ્રતિ એક જીબી ડેટા માટે સરેરાશ રૂ. ૨૬૯ નો ખર્ચ કરવો પડતો હતો. છેલ્લા છ વર્ષમાં ભારતમાં ઈન્ટરનેટ ડેટાના ભાવમાં અંદાજે ૯૬ ટકા સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે.

એરિક્સન મોબિલિટીના રિપોર્ટ મુજબ ૨૦૧૯માં ભારતમાં સરેરાશ માસિક ડેટા વપરાશ ૧૩ જીબી હતો, જે વર્ષ ૨૦૨૦ માં વધીને માસિક ૧૪.૬ જીબી થઈ ગયો હતો. ૨૦૨૧ના પહેલા છ માસમાં સૌથી વધુ ગેમિંગ એપ ડાઉનલોડ ભારતમાં થઈ છે.

આ બાબતમાં પણ ભારતે વિશ્વના અન્ય દેશોને પાછળ પાડી દીધા છે. ભારતમાં આ સમયમાં અંદાજે ૪૮૦ કરોડ ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી. જાેકે, ૨૦૨૧માં ઓનલાઈન સ્કૂલ અને વર્ક ફ્રોમ હોમ પણ મોબાઈલ વપરાશમાં વધારાના મહત્વના કારણ હતા.દુનિયામાં સૌથી વધુ વસતીમાં બીજા ક્રમે આવતા ભારતમાં મોટાભાગની વસતી હજુ પણ ફીચર ફોન અને ૨ય્ સર્વિસનો ઉપયોગ કરી રહી છે.. તેવા સમયે ભારતમાં આ સ્થિતિ છે.

ભારતમાં સ્માર્ટફોનની કિંમતો ઘટવાથી સ્માર્ટફોન વપરાશકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. સાથે જ દરરોજ સરેરાશ મોબાઈલ વપરાશના કલાકમાં પણ નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. આગામી વર્ષ સુધીમાં ભારતમાં ૫જી સર્વિસ શરૂ થવાની સંભાવના છે. એવામાં ડેટાનો વપરાશ પણ વધવાની આશા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.