Western Times News

Latest News from Gujarat

દેશમાં સૂર્યાસ્ત બાદ પણ થઈ શકશે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ

નવી દિલ્હી, દેશમાં હવે સૂર્યાસ્ત બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી કે સ્વાસ્થ્ય મંત્રાલયે ર્નિણય લીધો છે કે જે હોસ્પિટલોની પાસે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે, તે હવે સૂર્યાસ્ત બાદ પણ પોસ્ટમોર્ટમ કરી શકશે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, અંગ્રેજાેના સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. નવા પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવું જાેઈએ અને સૂર્યાસ્ત બાદ પણ તે હોસ્પિટલોમાં કરવું જાેઈએ, જેની પાસે નિયમિત આધાર પર આ પ્રકારના પોસ્ટમોર્ટમ કરવા માટે પાયાની સુવિધા છે.

પોતાના આ ર્નિણયમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોઈપણ શંકાને દૂર કરવા અને કાયદાના ઈરાદા માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે તે વાતની પણ જાણકારી આપી છે કે ક્યા મૃતદેહોનું રાત્રે પોસ્ટમોર્ટમ થશે નહીં.

ર્નિણય પ્રમાણે જ્યાં સુધી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન હોય, ત્યાં સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, ક્ષતિગ્રસ્ત મૃતદેહ કેટેગરી હેઠળ રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં. સરકારે પોતાના આ ર્નિણય વિશે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારોને જાણકારી આપી દીધી છે.

આ સંદર્ભમાં, એક સૂત્રએ જણાવ્યું હતું કે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયમાં એક તકનીકી સમિતિ દ્વારા સૂર્યાસ્ત પછી પોસ્ટમોર્ટમના મુદ્દાની તપાસ કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers