Western Times News

Gujarati News

ઓનલાઈન સટ્ટો અને જુગાર રમાડતા કુંતલ પર ૧૦ થી વધુ IPSના ચાર હાથ

સટ્ટા અને જુગાર કિંગ કલગીના મૃત્યુ બાદ હવે કુંતલ મોટો થવા માંડ્યો-, એક ઉચ્ચ અધિકારી તો એની જ કાર વાપરે છે

(એજન્સી) અમદાવાદ, શહેરમાં સટ્ટા કીંગ અને જુગાર રમાડનાર તરીકે એકચક્રી શાસન ધરાવતા દિનેશ કલગીના મૃત્યુ બાદ લાંબા સમયથી માત્ર પોલીસનો જ રહેમનજર હેઠળ ચાલી શકતા આ ધંધાનો કોઈ સુકાની નહોતો. પરૂંતુ હવેે રાજ્યના ૧૦ થી પણ વધુ આઈપીએસના ચાર-ચાર હાથ શીરે હોવાનો લાભ લઈ પશ્ચિમ વિસ્તારોમાં કુંતલ નામનો બુકી-સટોડીયો બહુ ટૂૃકા સમયમાં મોટો ગજાનો બનતો થયો છે.

પશ્ચિમના પોશ વિસ્તારમાં રહેતા અને મબલખ રૂપિયા-સંપતિમાં આળોટતા નબીરાથી માંડી વેપારીઓને જુગાર અને સટ્ટાની સુવિધા ઓનલાઈન પ્લેટફોર્મ પર પૂરી પાડવાનુૃ કુંતલે મજબુત સામ્રાજ્ય ઉભુ કર્યુ છે.

એક નિવૃત્ત એસીપી તો જ્યારે નોકરી પર હતા ત્યારે હૃંમેશા આ કુંતલની જ ગાડીમાં વધુ ફરતા જાેવા મળતા હતા. તેની સાથે જ તેમની કાયમની ઉઠબેસ પણ રહેતી હોવાનુૃં પોલીસ સુત્રો જણાવે છે.

ઉલ્લેખનીય છે કે દિનેશ કલગીએ જુગારનું તેને વારસામાં મળેલુ સામ્રાજય વધારી ક્રિકેટના સટ્ટામાં ઝંપલાવી આંતર રાષ્ટ્રીય બુકી બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતો. પરંતુ થોડા વર્ષ પહેલાં તેનું હાર્ટએટેકથી મોત થયા બાદ તેનું સ્થાન કુંતલે લીધુ છે.

પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે કુંતલે એ હદે નેટવર્ક પાર્થયુ છે કે જયારે પણ કોઈ સ્થળે જુગાર રમાતો હોવાનો કંટ્રોલમાં જાણ થાય કે કોઈ સીધી જ ફરીયાદ કરે અને તેના પગલે પોલીસ દરોડા પાડ્‌વા જાય ત્યારે જાે કુંતલ આ જગ્યારે રૂબરૂ હાજર હોય તો પળવારમાં જ કોઈને કોઈ આઈપીએસના ઓ રેડ કરનારી પાર્ટીને ફોન આવી જાય.

તેમને તાકીદ કરી દેવાય છે કે ગુનો નોંધવાની કાર્યવાહીમાંથી કુંતલને બાકાત કરી દેવાનો. આમ, આટલા વર્ષોથી કુંતલ ઓનલાઈન સટ્ટો અને જુગાર રમાડતો હોવા છતાં હજુ સુધી તેનં નામ પોલીસ ચોપડે ચડ્યુ નથી. અને તેની સામે એકપણ પ્રકારનો ગુનો નોંધાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.