Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢની પગપાળા યાત્રા યોજાઈ

૪૫ જેટલા પદયાત્રીઓ પુનમના દિવસે પાવાગઢ પહોંચશે

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢ જવા માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કરાડ ઉપરાંત અવિધા અને પોરા ગામના કુલ મળીને ૪૫ જેટલા પદયાત્રીઓ આ પગપાળા સંઘમાં જાેડાયા હતા.આ પગપાળા યાત્રા કરાડ ગામેથી નીકળી હતી.

આ પગપાળા સંઘ અવિધા ગામે આવતા સામાજિક કાર્યકરો મહેશભાઈ પાટણવાડીયા અને શૈલેષભાઈ પટેલ દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.મહેશભાઈ પાટણવાડીયાના જણાવ્યા મુજબ આ પદયાત્રીઓ પુનમના દિવસે પાવાગઢ પહોંચશે.ગઈકાલે નીકળેલા આ પદયાત્રીઓએ ગત રાત્રી દરમ્યાન કરજણ તાલુકાના સીમરી ગામે રાત્રી મુકામ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોએથી અવારનવાર ફાગવેલ મીનાવાડા પાવાગઢ જેવા તીર્થધામો માટે પગપાળા યાત્રાઓ યોજવામાં આવતી હોય છે.રસ્તામાં આવતા ગામોએ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવતુ હોય છે.સામાન્ય રીતે દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષ દરમ્યાન પગપાળા યાત્રાઓ યોજાતી હોય છે.

શિયાળામાં દિવસ દરમિયાન તાપમાન હળવુ હોવાથી ચાલવામાં સુગમતા રહેતી હોઈ મોટાભાગની પગપાળા યાત્રાઓ શિયાળામાં યોજાતી હોય છે.ઝઘડીયા તાલુકાના યુવાનો દ્વારા અવારનવાર યોજાતી પગપાળા યાત્રાઓમાં ભાવિક અને સાહસિક પ્રૌઢ વ્યક્તિઓ પણ જાેડાતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.