Western Times News

Gujarati News

સોનાચાંદીની લૂંટની ઘટનાથી શહેરના જ્વેલર્સ એલર્ટ, તકેદારી વધારી દેવાઈ

(એજન્સી) અમદાવાદ, દિવાળીની ખરીદી શરૂ થતાં શહેરના સોના-ચાંદી બજારમાં તેજી આવી ગઈ હતી ત્યારથી જ પોલીસ અધિકારીઓ અને જ્વેલર્સ એસોસીએશનના અગ્રણીઓ દ્વારા તમામ જ્વેલર્સને વધુ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી હતી.

જાે કે બાડમેરના જ્વેલર્સની ડીલીવીરી બોય અમદાવાદથી પ૦૦ ગ્રામ સોનુૃ અને ચાર કિલો ચાંદી લઈને આરટીઓ સર્કલ નજીક રીક્ષામાંથી ઉતરતો હતોત્યારે જ બે લૂૃટારૂઓ તેની પાસેથી સાના-ચાદીનાો જથ્થો લુંટી ગયા હતા. આ ઘટનાથી અમદાવાદના તમામ જ્વેલર્સ એલર્ટ થઈ ગયા છે. અને તકેદારી વધારવાની કવાયત શરૂ કરી દીધી છે.

દિવાળીટાણે મોટા પ્રમાણમા સોના ચાંદીની ચોરી અથવા તોે લૂૃટની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ ટાળવા માટેે જે વિસતારમાં સોના-ચાંદી બજાર છે સોનાચાંદીની મોટી દુકાનો છે તે વિસતારમાં પોલીસ અધિકારીઓ દ્વારા તમામ જ્વેલર્સના અગ્રણીઓ સાથે મીટીંગ કરાઈ હતી. તેમને તાકીદ કરાઈ હતી કે મોટા પ્રમાણમાં સોના કે ચાંદીની હેરાફેરી કરતી વખતે વધુ માણસો મોકલવા બાઈક કે ટુ વ્હીલરના બદલે કારનો ઉપયોગ કરવો,

જાે વધારે જાેખમ હોય તો પોલીસ બંદોબસ્ત માંગવો, દુકાન અને દુકાનની બહારની બાજુએે સીસીટીવી કેમેરા લગાવવા અને તે ચાલુ હાલતમાં છે કે નહી તેની પૂરેપૂરી ચકાસણી કરી લેવી. સિક્યુરીટી ગાર્ડ રાખવા અને તેમની પણ ખરાઈ કરી લેવી. તકેદારીના તમામ પગલા તેમજ સુચનો કરવામાં આવ્યા હતા.

તેમ છતાં બાડમેરથી સોનુ અને ચાંદી લઈને આવેલો પવન શર્મા નામનો યુવક અમદાવાદના બુલિયન પાસેથી પ૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ અને ચાર કિલો ચાંદીનો જથ્થો લઈને ભરત રાજસ્થાન જવા માટે રીક્ષામાં આરટી ઓ સર્કલ બસ પકડવા પહોંચ્યો હતો.

પવન શમા રીક્ષામાંથી ઉતરતો હતો ત્યારે જ બાઈક પર આવેલા બે લુૃટારા તેની પાસેથી સોનુ અને ચાંદી લુુંટી ભાગી ગયા હતા. આ ઘટના બાદ અમદાવાદનાતમામ જ્વેલર્સ દ્વારા ફરી એક વખત તકેદારી વધારવા માટેની સુચના આપી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.