Western Times News

Gujarati News

શામળાજી ખાતે ભરાતાં કાર્તિકી મેળામાં નાગધરા કુંડનું વિશેષ મહત્ત્વ

શામળાજીમાં ત્રણ દિવસનો ભવ્ય કાર્તિકનો મેળો ભરાય છે

શામળાજી, ગુજરાતમાં કારતક માસમાં વિવિધ જગ્યાએ મેળા ભરાય છે. તેવી જ રીતે કાર્તિક માસની તેરસ ચૌદશ તથા પુનમના રોજ દેશભરમાંથી લાખો ભક્તો નાગધરા કુંડમાં પવિત્ર સન્નાન કરવા માટે આવે છે. રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી કાર્તિક માસની તેરસ ચૌદશ અને પુનમના દિવસે નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરવા આવે છે

ઘણા લોકો વર્ષાેથી બિમાર રહેતા હોય કોઈને વળગણ વળ્યું હોય તેવા લોકોને આ નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરવા માટે રાત્રીના સમયે ઠંડીમાં ઉઘાડે કપડે ઠંડા પાણીમાં નવડાવવામાં આવે છે.

આ બધાં લોકોની વર્ષાેથી માન્યતા છેકે જે કાયમ બિમાર રહેતા હોય ડોક્ટર દવાથી કોઈ ફર્ક ન પડે તો આ લોકો કાળીયા ઠાકોરના દર્શને આવીને નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરવા માટે આવે છે. જે કામ ડોક્ટરની દવા ન કરી શકે તે કામ આસ્થા અને શ્રદ્ધામાં રહેલ છે જે રીતે ફાગણ પુનમ ડાકોરમાં ભાદરવી પૂનમ અંબાજી માટે પ્રખ્યાત છે તે જ રીતે કાર્તિકી પુનમ શામળાજી માટે પ્રખ્યાત છે.

ગુજરાતમાં ફક્ત શામળાજીમાં દસમી સદીમાં બનેલ પ્રખ્યાત હરીશ્વચંદ્રની ચોરી આવેલ છે.

આ ચોરીમાં રાજા હરિશ્ચંદ્રએ લગ્ન કર્યા હતા. તેની અંદરના ભાગમાં કલાત્મક કોતરણી કરવામાં આવેલ છે. આ પુરાતત્ત્વ અવશેષો પુરાતત્ત્વ વિભાગની બેદરકારીના કારણે ખંડેર હાલતમાં ફેરવાઈ જાય છે.

આ ચોરીની આજુબાજુ મોટા પ્રમાણમાં જાળીઆ ઉગી નીકળી છે તો તાત્કાલિક સફાઈ કરવામાં આવે તો આ પ્રાચીન સ્થળ ઉપર લોકો જય અને જુના જમાનો ઈતિહાસ જાણી શકે આ મોટા મેળામાં સરકાર દ્વારા આવા પ્રાચીન સ્થળ પર રોશની કરવામાં આવે આ મેળામાં જે સ્થળે સ્નાનનું મહત્ત્વ છે.

તે નાગધરા કુંડમાં તીવ્ર ગંદકી નજરે પડતી હતી. નદીના પડમાં મોટી સંખ્યામાં ઝાડીઓ ઉગી નીકળી છે તો તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવું ભક્તો ઈચ્છી રહ્યા છે આ નાગધરા કુંડની આસપાસ પાણી પીવાની કોઈ જ વ્યવસ્થા નથી એક હેન્ડ પંપ છે તે પણ કેટલાયે સમયથી બંધ હાલતમાં છે

તો સરકાર દ્વારા તાત્કાલિક પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને નાગધરા કુંડની સફાઈ કરવામાં આવે તેવું આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે. તા.૧૭,૧૮,૧૯ તેરસ, ચૌદસ, પુનમના રોજ દેશભરમાં લાખો ભક્તો ભગવાન શામળીયા દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટશે ત્યારે સરકાર દ્વારા આવનાર ભક્તોને પુરતી સગવડ મળે અને પુરાતત્ત્વ સ્થળોને રોશનીથી શણગારવામાં આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે તો ભક્તોને મનોરંજન મળી રહે.

આ મેળામાં શામળાજી પંથકનું દેશ આદુ દેશ પરદેશમાં પ્રખ્યાત છે. આ વિસ્તારની શેરડીની પણ હાડદીઓ ઉભી થાય છે. દેશી ભજન મંડળીઓ અને ધજાઓ સાથે ભગવાન શામળીયા ભજનોની રમઝટ બોલાવશે. આમ કાર્તિકી મેળામાં શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે ત્યારે તેની આગવી તૈયારી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.