Western Times News

Gujarati News

જાંબુડી ગામે સાત ફુટની લંબાઈ ધરાવતા અજગરનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના તાલુકાના જાંબુડી ગામે નવાડ ફળિયામાં સાત ફૂટની લંબાઈ ધરાવતો અજગર આવી ચડતા નેચર સેવીંગ ફાઉન્ડેશનની ટીમે અજગરનું રેસ્ક્યુ કરી અજગરને ઝડપી પાડતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

હાલોલ તાલુકાના જાંબુડી ગામે નવાડ ફળિયામાં આવેલા એક ખેતરમાં સાત ફૂટની લંબાઈ ધરાવતો અજગર જાેવા મળતા ગ્રામજનોમાં ફફડાટ સાથે ભયનું મોજુ ફેલાઇ જવા પામ્યુ હતું જેમાં નવાડ ફળિયા ખાતે આવી ચડેલા અજગર અંગેની જાણ તાત્કાલિક પંચમહાલ જિલ્લા પંથકમાં જાનવરો માટે કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમના રિપલ પટેલને ગામમાં રહેતા બકાભાઇ જાેધાભાઈ રાઠવાએ કરી હતી

જેમાં રિપલ પટેલ તાત્કાલિક પોતાની ટીમના બે માણસો સુનિલ ભાઈ દરજી અને પ્રકાશભાઈ રાઠોડને જાંબુડી ખાતે મોકલી અજગરને ઝડપી પાડવા માહિતી આપી હતી જેમાં સુનિલભાઈ અને પ્રકાશભાઇએ નવાડ ફળિયા ખાતે આવી ઝાડી ઝંખરમાં બિન્દાસ ફરતા અજગરને ઝડપી પાડવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લાંબી જહેમત બાદ ભારે સિફતપૂર્વક અજગરને પકડી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો

જ્યારે સાત ફૂટની લંબાઈ ધરાવતા અજગરને પકડી નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમના સુનિલભાઈ અને પ્રકાશભાઇએ વન વિભાગને સુપ્રત કરતા વન વિભાગની ટીમે અજગરને જંગલમાં સલામત સ્થળે છોડી મૂકયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.